ફરિયાદ:વેરાવળમાં વ્યાજખોરોના ત્રાસથી ડુંગળી-બટેટાના વેપારીએ ઝેરી દવા ગટગટાવી

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ સારવારમાં લઈ જવાયો, 2 શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

વેરાવળ શાકમાર્કેટ પાસે પ્રોવિઝનની દુકાન ધરાવતા હારુન અબ્દુલ કરિમ નાખવાએ એચડીબી બેન્ક પાસેથી 2018-19માં ડુંગળી, બટકાના વેપાર માટે રૂા.5 લાખની લોન મકાન મોરગેજ તરીકે મુકી લોન વાર્ષિક 13.5 ટકા વ્યાજે લીધેલ હતી. તથા સુપાસીના જગા રામા બારડ પાસેથી રૂા. 1.30 લાખ 5 ટકા વ્યાજે લઇ જે બદલ બેંકના બે ચેક આપી દર મહીને નિયમીત વ્યાજ ચુકવતા હોય અને અત્યાર સુધી 3.64 લાખ જેટલી રકમ ચુકવી દિધેલ છે.

તેમ છતા એચડીબી બેંકના જીતુ ઉર્ફે મયુરગીરી અને જગાભાઈ વ્યાજના નાણાની ઉઘરાણી કરી ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ત્રાસના કારણે હારુનભાઇએ કંટાળી જઇ ઝેરી દવા પી લેતા સારવાર માટે જૂનાગઢ દાખલ કર્યા હતા. ત્યાંથી ઉપરોક્ત બન્ને વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...