• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Amidst The Rasotsava Craze In Urban Areas During Navratri, Raas Are The Center Of Attraction, Including Maniyara Performed In Ancient Garbis In The Rural Areas Of Gir Somnath.

મણિયારા રાસની રમઝટ:નવરાત્રિમાં શહેરી વિસ્તારોમાં રાસોત્સવના ક્રેઝ વચ્ચે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતી પ્રાચીન ગરબીઓમાં રમાતા મણિયારા સહિતના રાસ આકર્ષણનું કેન્દ્ર

ગીર સોમનાથ (વેરાવળ)2 મહિનો પહેલા

નવરાત્રી પર્વમાં શહેરોમાં વસતા લોકોમાં રાસોત્સવનો ક્રેઝ જોવા મળે છે. એવા સમયે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અર્વાચીન ગરબીનો અને તેમાં રમાતા મણિયારા સહિતના રાસનું લોકોમાં અનેરૂ આકર્ષણ છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નાવડા ગામમાં વર્ષોથી યોજાતી પ્રાચીન ગરબીમાં બાળાઓ અને યુવકોના રાસ નિહાળવા પંથકના લોકો સ્વંયંભુ ઉમટે છે. નવરાત્રિ પર્વે ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતી ગરબીઓ આપણી હિન્દુ સંસ્કૃતિ જાળવી રાખવાનું માધ્યમ બની રહી છે.

તમારી સોસાયટી કે શેરીના ગરબાના વીડિયો-ફોટો અમને મોકલો અને જોવા ડાઉનલોડ કરો
દિવ્યભાસ્કર એપ...

જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ‌પ્રશ્નાવડા ગામના ભવાની ચોકમાં ઘણા વર્ષોથી નવરાત્રી દરમ્યાન સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રાચીન ગરબી યોજાય છે. આ ગરબીમાં સર્વજ્ઞાતિના યુવાનો અને ખાસ કરીને બાળકીઓ રાસ રમી એ જગતજનની માં જગદંબાની આરાધના કરે છે. જ્યારે યુવાનો પરંપરાગત વ્હાઈટ કલરના કળિયું અને ચોણીનો પહેરવેશ પહેરીને મણિયારો રાસ રમે છે. તો બહેનો ગ્રામ્ય વિસ્તારોનો પરંપરાગત પોશાક પહેરીને ગરબે ઘુમીને માતાજીની આરાધના કરે છે.

આ સિવાય નાના બાળકીઓ પણ ચણીયા ચોળી પહેરીને રાસ રમે છે. આ તમામ રાસ જોવા માટે આસપાસના ગામો ઉપરાંત પંથકના લોકો પ્રશ્નાવડા ગામે પ્રાચીન ગરબી જોવા મોટી સંખ્યામાં ઉમટતા જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રાચીન પરંપરા મુજબ નવરાત્રીના નવ દિવસ દરમ્યાન આ પ્રાચીન ગરબીનું આયોજન ગામના પ્રતાપભાઈ જાદવ, પ્રિતેશભાઈ પુરોહિત સહિતના યુવાનો કરે છે.

અન્ય સમાચારો પણ છે...