માગ:વેરાવળમાં રાત્રીના ખાણી-પીણીની દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપો

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર, એસપીને રજૂઆત કરવામાં આવી’તી

વેરાવળ શહેરમાં હાલ છેલ્લા ઘણા સમયથી પોલિસ વિભાગ દ્વારા રાત્રીનાં 11 વાગ્યે શહેરના મુખ્ય વિસ્તારોના રેસ્ટોરન્ટ, ખાણી- પીણી, ગોલા તથા ઠંડાપીણાની દુકાનોને બંધ કરાવવાથી બહારગામથી આવતા પ્રવાસીઓ તેમજ ઉનાળું વેકેશનનો સમય હોય ત્યારે પરીવાર સાથે રાત્રે નીકળતા લોકોને નાછૂટકે બાયપાસ હાઇવે પર જવું પડે છે અને તેથી હાઇવે પર અકસ્માતની ભિતી સેવાઈ રહી છે.

વેરાવળ શહેરના દુકાનદારોની રોજીરોટી પર પણ અસર પડે છે. શ્રમ-રોજગાર વિભાગ ગુજરાત સરકારનાં પરીપત્ર મુજબ નગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણી, રેસ્ટોરન્ટ રાત્રીનાં 12:30 કલાક સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવા અનીશ રાચ્છ દ્વારા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ હતી. અને આ પ્રશ્નને લઈ યોગ્ય કરવાની માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...