તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ કોંગ્રેસની ચારેય બેઠકોમાંથી 3 બેઠક ભાજપે કબજે કરી પરંતુ પ્રતિષ્ઠા સમાન સોમનાથ બેઠક ભાજપ ન જાળવી શકતા અંદરોઅંદર જ ભાજપમાં ફૂટ પડી હોઈ તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.
તાજેતરમાં જ લોહાણા બોર્ડિંગ ખાતે યોજાયેલા સોમનાથ વિધાનસભાના આભાર દર્શન કાર્યક્રમમાં ગોવિંદભાઈ પરમારે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર - જીત તો થતી રહે છે. પરંતુ આ વખતે અમુક લોકોએ પાછળથી ઘા કર્યા છે. માંગ્યા રૂપિયા આપવા છતાં મારી પીઠ પાછળ ઘા કર્યો છે.
મર્દ હોઈ તો સામે ઘા કરી બતાવો. સાંસદની ચૂંટણી વખતે કારડીયા સમાજમાં વિરોધ હોવા છતાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાને અમારા સમાજના 80 ટકા મત અપાવ્યા હતા. 900 જેટલા સામાન્ય મતથી હાર થવા બદલ બોલ્યા હતા કે આવી ખબર હોત તો ધાડ પાડીને મત કાઢી આવત.
જ્યારે હારનો સામનો કરનાર ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ માનસિંહ પરમારે આક્રંદ સાથે જણાવ્યું હતું કે આવા જાયચંદોને ક્યારેય માફ નહિ કરવામાં આવે. તેઓએ સોમનાથની પ્રજા સાથે અન્યાય કર્યો છે. સમય આવતા તમામનો હિસાબ થશે. ઉપરાંત પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરારએ જણાવ્યું હતું કે ભલે ચૂંટણી હાર્યા છીએ પરંતુ વિકાસમાં કોઈ કચાસ નહી રહેવા દઈએ. } તસવીર - તુલસી કારીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.