નિકાસ:2 વર્ષ બાદ ચીનમાં માછલીની નિકાસ ફરી શરૂ

વેરાવળ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીર-સોમનાથમાં 7684 બોટ, વેરાવળની 3900 બોટ દરિયો ખેડવા રવાના થઈ’તી

ગીર-સોમનાથ જિલ્લામાં 7684 નાની-મોટી બોટ છે. માત્ર વેરાવળ બંદરમાં જ 5 હજાર નાની-મોટી બોટ હોય જેથી આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના માછીમારો અહીં મજુરી કામ અર્થે આવતા હોય છે. 31 જુલાઈ સુધી સીઝન બંધ હતી. જો કે, 1 ઓગસ્ટેથી ફરી સીઝન શરૂ થઈ છે. અને 3900 જેટલી બોટો દરિયો ખેડવા રવાના થઈ છે.

જ્યારે વર્ષ- 2020-21ની વાત કરીએ તો મચ્છી ચાઈનામાં એક્સપોર્ટ થતી ન હતી. અને 1050 કન્ટેનર પોર્ટ પર 3 મહિના માટે સીલ કરાયા હતા. જે માછલીનો ભાવ 150 હતો તેમનો 45 રૂપિયા થઈ જતા માછીમારોને આર્થિક ફટકો પડ્યો હતો. જો કે, ફરી એક્સ્પોર્ટ શરૂ થતા માછીમારોને આર્થિક રીતે ફાયદો થશે.

શું કહે છે બોટ એસો.ના પ્રમુખ ?
આ અંગે બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલે કહ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી માછીમારો અને બોટ માલિકો અનેક સંઘર્ષ કરી રહ્યાં છે. અને મોટો આર્થિક ફટકો પડ્યો છે. 3 વર્ષ પહેલા ડીઝલના 61 રૂપિયા હતા. જે હાલ 100 રૂપિયાની આસપાસ છે.

કુદરતી આફતોથી આર્થિક ફટકો પડ્યો
વાવાઝોડા તેમજ કોરોના મહામારી સમયે લોકડાઉનના લીધે પણ માછીમારો દરિયો ખેડવા જઈ શક્યા ન હોતા. જેમના લીધે વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત અનેક પડતર પ્રશ્નો હોય સરકાર દ્વારા હલ કરવામાં આવે એવી માંગ પણ ઉઠી છે.

20 દિવસનો ખર્ચ 5 લાખ
જાણવા મળતી વિગત મુજબ જો 1 ફોટ 20 દિવસ દરિયો ખેડવા જાય તો 5 લાખની આસપાસ ખર્ચ થાય છે. જેમાં 4 હજાર લીટર ડીઝલ જેની કીમત 3.50 લાખ રૂપિયા આ ઉપરાંત કામ કરતા 10 લોકોને 1 લાખ પગાર, રાશન, બરફ સહિતના ખર્ચનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...