દિવ પાલિકા કોંગ્રેસ મુક્ત:15 વર્ષ બાદ ભાજપે બેઠકો કબ્જે કરી

દિવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 બેઠક પર કોઈએ ઉમેદવારી ન નોંધાવતા પહેલેથીજ બિનહરીફ થઈ હતી

દીવ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 13 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. દીવના ઈતિહાસમાં પહેલીવાર કોઈ એક પક્ષને 100 ટકા સફળતા મળી છે.15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો છે. ન તો કોંગ્રેસ કોઈ ઉમેદવાર ઊભો કરી શકી કે ન તો અન્ય કોઈ પક્ષ ભાજપને પડકારી શક્યો.દીવની 13 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

બાકીની 7 બેઠકો માટે 7 જુલાઈના રોજ મતદાન થયું હતું. તમામ સાત બેઠકો પર ભાજપે જીત મેળવી છે.છેલ્લા 15 વર્ષથી દીવમાં કોંગ્રેસની સતત સત્તા હતી, પરંતુ કોંગ્રેસને ક્યારેય 100 ટકા સફળતા મળી નથી. પાલિકા ની તમામ બેઠકો પર ભવ્ય જીત મેળવી નગરપાલિકા પર કબ્જો મેળવી ભગવો લહેરાવ્યો છે ત્યારે દીવ ભાજપ માં ભારે ઉત્સાહ નો માહોલ બન્યો હતો.

પરંતુ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિનઝો આબે ના થયેલ આકસ્મિક નિધનના પગલે દેશ માં જાહેર કરેલ રાષ્ટ્રીય શોક ના કારણે વિજય રેલી મુલ્તવી રાખવામાં આવી હોવાનું જીલ્લા ભાજપ પ્રમુખ બિપીન શાહે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...