મહિલાએ મદદ માટે ફોન કર્યો:અભયમની ટીમે 4 મહિનાથી અલગ રહેતા પતિ-સગર્ભા પત્નિને એક કર્યા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તાલાલા તાલુકાનાં ગામડાઓમાંથી મદદ માટેનો ફોન પણ આવ્યો હતો

તાલાલા તાલુકાના ગામડામાંથી એક મહિલાએ અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. અને કહ્યું હતું કે, હું ચાર માસથી મારા પતિ સાથે અણબનાવ થયો હોવાથી પિયરમાં રહુ છું અને મારા પતિ મને સ્વિકારવાની ના પાડી રહ્યાં છે. ત્યારે મારા પતિ મને સ્વિકારી લે એ માટે મદદની જરૂર છે. જેથી કાઉન્સેલર મનિષા ધોળિયા, કોન્સ્ટેબલ જીજ્ઞાબેન, અલ્પેશભાઈ તાત્કાલીક મહિલા પાસે પહોંચી ગયા હતા.

મહિલાનું કાઉન્સેલીંગ કરતા આ મહિલા 3 માસથી સગર્ભા હોવાની તેના પતિને જાણ હોવા છતા તેની કાળજી રાખતો ન હતો. બાદમાં તેના પતિનું કાઉન્સેલિંગ કરી એક પિતા અને પતિની જવાબદારી વિશે સમજાવવામાં આવ્યું હતું. તેમજ સાસુને સાથે રાખીને જે અણબનાવ હતો તે દૂર કરી કાયદાકીય સમજ પણ આપી હતી. અંતે પતિએ પોતાની સગર્ભા પત્નિને દુર રાખ્યાનો અફસોસ વ્યક્ત કરી ભુલ સ્વિકારી લઈ આવી ભુલ ફરી નહીં થાય એવી બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...