દુર્ઘટના:શાડેસર ગામ પાસે પથ્થર ભરેલ ટ્રેક્ટર ટીસીના પોલ સાથે અથડાયું

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલકનો કુદકો મારી જતા આબાદ બચાવ થયો, પોલના ટૂકડા થઈ ગયા

ઊના પંથકનાં શાડેસર અને લામધાર ગામ વચ્ચે એક ટ્રેક્ટર ટીસીના પોલ સાથે ધડાકાભેર અથડાયું હતું અને વીજ પોલના ટૂકડા થઈ ગયા હતા. જો કે, ટ્રેક્ટર ચાલક કુદકો મારી નીચે ઉતરી જતા તેમનો જીવ બચી ગયો હતો. જોકે રાત્રીના સમયે ટ્રેક્ટર ચાલકે બેફામ રીતે ચલાવતા હોય જેથી લોકોમાં પણ અકસ્માતનો ભય રહે છે. આ અકસ્માતની ઘટના બનતા આજુબાજુની વાડી વિસ્તારના લોકો દોડી ગયેલ હતા. અને પથ્થર ભરેલ ટ્રેક્ટર અને વિજપોલને નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...