ઉમેદવારોનો ખેલ બગાડી શકે તેવી શક્યતાઓ!:ગીર સોમનાથની ચારેય બેઠકો પર ભરાયેલા કુલ 66 ઉમેદવારી ફોર્મની ચકાસણીમાં 25 અમાન્ય થયા

ગીર સોમનાથ (વેરાવળ)3 મહિનો પહેલા

ગીર સોમનાથ જીલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના ચારેય બેઠક ઉપર લડવા માટે કુલ 66 ઉમેદવારી ફોર્મ ભરાયેલ હતા. આ તમામ ફોર્મોની આજે ચકાસણી દરમિયાન 25 જેટલા ફોર્મ અમાન્ય થતા હવે જીલ્લાની ચારેય વિધાનસભાની બેઠકો ઉપર 41 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલ છે. જિલ્લામાં સૌથી વધુ તાલાલામાં 12 અને સૌથી ઓછા કોડીનારમાં 8 ફોર્મ માન્ય રહેલ છે. હવે ગુરૂવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે કેટલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચાય છે તે જોવું રહેશે. ત્યારબાદ ચૂંટણી જંગનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.

ચારેય બેઠક પર ભરાયેલ 66 ફોર્મમાંથી 25 જેટલા ફોર્મ અમાન્ય
વિધાનસભા ચુંટણી જંગમાં લડવા માટે સોમનાથ વિધાનસભા બેઠક ઉપર કુલ 23 ઉમેદવારી ફોર્મ ભરાયેલ હતા. જેમાં આજે ચકાસણી દરમિયાન 13 ફોર્મ અમાન્ય થતા હવે 10 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલ છે. આ ઉપરાંત તાલાલા બેઠક ઉપર કુલ 14 ઉમેદવારી ફોર્મ ભરાયેલ જેમાં 2 ફોર્મ અમાન્ય થતા 12 ફોર્મ માન્ય રહેલ છે. કોડીનાર બેઠક ઉપર કુલ 10 ઉમેદવારી ફોર્મ ભરાયેલ જેમાં 2 ફોર્મ અમાન્ય થતા 8 ફોર્મ માન્ય રહેલ છે. ઉના બેઠક ઉપર કુલ 19 ઉમેદવારી ફોર્મ ભરાયેલ જેમાં 8 ફોર્મ અમાન્ય થતા 11 ફોર્મ માન્ય રહેલ હોવાનું ચૂંટણી તંત્રએ જણાવેલ છે.

ગુરૂવારે ચૂંટણી જંગનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે
અત્રે નોંધનીય છે કે, જિલ્લાની ચારેય બેઠકો ઉપર ઉમેદવારી કરનારા અપક્ષો મુખ્ય રાજકીય પાર્ટીના ઉમેદવારોનો ખેલ બગાડી શકે તેવી શક્યતાઓની રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ગુરૂવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે કોણ પોતાની ઉમેદવારી પરત ખેચે છે કે કોણ ખેંચાવે છે તે જોવું રસપ્રદ રહેશે. ત્યારબાદ ચારેય બેઠકો ઉપર કોની કોની વચ્ચે ચૂંટણી જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...