માતૃત્વના પ્રેમને વર્ણવતો અદભુત વીડિયો:ગીર જંગલ વિસ્તારમાં સિંહણ તેના બચ્ચાને સુરક્ષિત રાખતી હોવાની સાથે ગમમત કરતી જોવા મળી

ગીર સોમનાથ (વેરાવળ)17 દિવસ પહેલા

"માં તે માં બીજા બધા વન વગડાના વા"ની કહેવત માનવજાતની સાથે અબોલ, પશુ-પક્ષીઓ અને પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આ દરમિયાન ગીર જંગલ વિસ્તારમાંથી એક સિંહણ અને તેના બચ્ચા સાથે રમત રમતાની સાથે તેને સુરક્ષિત રાખતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયયલ થયો છે. જાણકારોના મતે વાયરલ વીડિયો ગીર જંગલની આસપાસના ગ્રામ્ય વિસ્તારનો જણાય રહ્યો છે.

બાળ સિંહ અને સિંહણનો વીડિયો વાયરલ
દુનિયામાં માતાના પ્રેમની તોલે કોઈ જ વસ્તુ આવી શકે નહીં. તેમાં પણ જો સિંહણની વાત કરવામાં આવે તો તે તેના બાળ સિંહોને મોટા કરવા એ માત્રને માત્ર સિંહણનું જ કામ ગણાય છે. સિંહણનો તેના બાળકો એવા બાળ સિંહો માટેનો પ્રેમ અદભુત હોય છે. ત્યારે આ માતૃત્વના પ્રેમ વર્ણવતો હોય એવો જ એક વીડિયો ગીર જંગલમાંથી સામે આવ્યો છે. જેમાં મોડી રાત્રીના સમયે રસ્તા ઉપર ચડી આવેલ સિંહણ પોતાના બાળ સિંહને રસ્તા ઉપર સુરક્ષિત રાખતી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બાળ સિંહને બાઈક ચાલકથી સુરક્ષિત રાખવા પ્રયત્ન
જેમાં રસ્તા ઉપર સિંહણ અને સિંહ બાળા આવી ચડ્યા હતા. એ જ સમયે તે રસ્તા ઉપરથી બાઈક ચાલક જઈ રહ્યો હતો. જે બાઈક ચાલક સિંહણની પાછળ ચલાવતો ચલાવતો વીડિયો ઉતારી રહ્યો હતો, જે પ્રવૃત્તિને લઈ સિંહણને અસુરક્ષાની અનુભૂતિ થઈ હોય તેમ ત્વરીત સિંહણ પોતાના બાળ સિંહને બાઈક ચાલકથી સુરક્ષિત રાખવા માટેના પ્રયત્નો કરતી જોવા મળે છે. જેમાં સિંહણ તેના બે બાળ સિંહોને આગળ ચલાવી પોતે પાછળ રક્ષા અર્થે ચાલતી જોવા મળે છે. આગળ જતાં સિંહણ તેના બંન્ને બાળ સિંહોને અંધારામાં રસ્તાની સાઈડમાં ખેતર તરફ લઈ જઈ નીકળી ગઈ હતી. આમ, વીડિયો નિહાળતા સિંહણનો તેના બચ્ચા એવા બાળ સિંહો પ્રત્યેનો અદભુત પ્રેમ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...