ખાતમુહૂર્ત:તાતીવેલા- ડાભોર ગામને જોડતા માર્ગ પર પુલનું નિર્માણ કરાશે

કાજલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તો બંધ હોય લોકોને મુશ્કેલી પડતી'તી ખાતમુહૂર્ત કરાયું

વેરાવળ તાલુકાના તાતીવેલા ગામ થી ડાભોર ગામ ને જોડતો દેવકા નદી નો પુલ ધણા સમયથી ધરાશાયી હાલત મા હતો અને રસ્તો બંધ હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી જિ.પ પ્રમુખ રામીબેન વાજા દ્રારા રજુઆત કરવામાં આવતા કામ મંજુર કરવામાં આવ્યું હતું અને આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે જીલ્લા પંચાયત ના પ્રમુખ બચુભાઈ વાજા, પૂર્વ ધારાસભ્ય રાજસી ભાઈ જોટવા તાલુકા પંચાયત સભ્યો સરપંચ સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.કામ ટુક સમયમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...