દેશની મોદી સરકારે જનસંપર્ક અને જનસંવાદ થકી રાષ્ટ્રીય શિક્ષા નિતી-2020નો પ્રચાર-પ્રસાર કરવાની સાથે તેનો નિર્વિવાદ અમલ કરાવ્યો છે. જે શ્રેષ્ઠ સુશાસનની અનુભુતી કરાવતી હોવાનું પુર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વેરાવળની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં Modi@20 Dreams Meet Delivery વ્યાખ્યાન કાર્યક્રમમાં જણાવ્યુ હતુ. ટુંક સમયમાં Modi@20 Dreams Meet Delivery પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત થશે. જે વાંચવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં શહેરના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા
વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં પુર્વ માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર અધ્યક્ષ સ્થાને Modi@20 Dreams Meet Delivery વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ પુસ્તક વધુ આગામી પેઢી માટે પ્રેરણા સમાન બની રહેશે
આ કાર્યક્રમને સંબોધતા પુર્વ મંત્રી પ્રકાશ જાવડેકરએ જણાવેલ કે, દેશભરના શીર્ષ 20 લેખકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છેલ્લા 21 વર્ષની શાસનિક કારકિર્દી વિશે લખવામાં આવેલ પુસ્તક મોદી એટ ટ્વેન્ટીમાં સુશાસન કઈ રીતે કરી શકાય અને સર્વાંગી વિકાસ કોને કહેવાય તેની અનુભૂતિ કરાવે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ અને દેશના પ્રધાનમંત્રી તરીકે 8 વર્ષની પીએમ નરેન્દ્ર મોદીની શાશનિક અને રાજકીય કારકિર્દી ઉપર પ્રકાશ પાડતુ આ પુસ્તક વધુ આગામી પેઢી માટે પ્રેરણા સમાન બની રહેશે.
તમામ બાબતોનો રાષ્ટ્રીય શિક્ષા નીતિ-20202 માં સમાવેશ કરાયો
વધુમાં જાવડેકરે જણાવેલ કે, એક સમય હતો જ્યારે દુનિયાભરમાંથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ- શિક્ષણ અર્થે દેશની નાલંદા, તક્ષશિલા, વલભી જેવા ખ્યાતનામ વિશ્વ વિદ્યાલયોમાં આવતા હતા. આવો સમય ફરી લાવવા માટે હાલમાં મોદી સરકાર અનેક શૈક્ષણિક યોજનાઓ અમલમાં લાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યરાત્રીના પણ વિવિધ શોધ, ઇનોવેશાન અને સ્ટાર્ટઅપ વિષયો ઉપર રીસર્ચ કરતા યુવા-લોકો સાથે ચર્ચા- વિચારણા કરીને તેની અમલવારી કરાવી રહ્યા છે. અને આ તમામ બાબતોનો રાષ્ટ્રીય શિક્ષા નીતિ-20202 માં સમાવેશ કરાયો છે.
આ કાર્યક્રમમાં જૂનાગઢ યુની.ના કુલપતિ પ્રો.ચેતન ત્રિવેદી, સંસ્કૃત યુની.ના કુલપતિ લલીત પટેલ, મેયર પ્રદિપ ડવ, પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.