ઊનાના ગોંદરા ચોકમાં એસબીઆઈનું એટીએમ કાર્યરત છે. અહીંયા એક ગ્રાહક નાણા ઉપાડવા માટે ગયો હતો અને 500ના દરની નોટો નિકળી હતી. જેમાં એક નોટનો એક ભાગ સફેદ જોવા મળતા ચોંકી ઉઠ્યો હતો. આ નોટનો કલર ઝાંખો પડી ગયો હોય તુરંત જ બ્રાન્ચમાં પહોંચ્યો હતો. અને અધિકારીને રજૂઆત કર્યા બાદ કેશીયર પાસે પહોંચી નોટ બતાવી હતી. જો કે, તપાસ બાદ આ નોટ બદલી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય એ છે કે, એટીએમમાંથી ક્યારેક ફાટેલી તો ક્યારેક સરવર ડાઉનના કારણે નાણાં ન નીકળતા હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.