કાર્યક્રમ યોજાયો:વેરાવળના કોંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા

વેરાવળ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરસિધ્ધિ માતાના મંદિરે યોજાયો કાર્યક્રમ

વેરાવળ શહેરની ગોલારાણા સોસાયટીમા હરસિધ્ધિ મંદિરના સાનિધ્યમાં ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ કોંગ્રેસના મહામંત્રી દીપકભાઈ દોરિયા, ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ઉષાબેન કુસકિયા, દેવીબેન ગોહેલ, સ્ટેજ સિંગર રેખાબેન ગોંડલીયા સહિત 50 જેટલા કાર્યકરો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું હતું.

વેરાવળ શહેરના 50 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠક્કરાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર જૂનાગઢ મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા તથા વેરાવળ પાટણ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, બંને મહામંત્રી ભરતભાઇ ચોલેરા અને ડો.સંજય પરમારની ઉપસ્થિતિમાં ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...