"અમારી માગો પૂરી કરો":તાલાલા ગીર પંથકના 45 ગામના 28 વી.સી.ઈ. કર્મચારીઓ ફિક્સ વેતન આપવાની માગ સાથે હડતાલ પર; તાલુકા પંચાયતને આવેદન પાઠવ્યું

ગીર સોમનાથ (વેરાવળ)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર તાલુકાના 45 ગામોમાં પંચાયત હસ્તકની વર્ષોથી કામગીરી કરતા વીસીઈ કર્મચારીઓ કમીશન બેઝ હટાવીને ફિક્સ પગારરૂપી વેતન આપવાની ઘણા સમયથી માંગ કરી રહ્યા છે. જે અંગે અનેકવાર વિવિધ સ્તરે લેખીત મૌખિક રજુઆતો પણ કરેલી હોવા છતાં આજદીન સુધી માંગણીઓ ન સંતોષાતાં આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. પોતાની માંગણી સંદર્ભે તેમણે તાલુકા પંચાયત તંત્રને આવેદનપત્ર પણ આપેલું છે.

કમીશન બેઝ હટાવીને ફિક્સ પગારરૂપી વેતન આપવાની ઘણા સમયથી માંગ
તાલાલા પંથકના 45 ગામની ગ્રામ પંચાયતોમાં છેલ્લા 16 વર્ષથી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની વિનામૂલ્યે કામગીરી કરતા 28 જેટલા વી.સી.ઈ. કર્મીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. જેની જાણ કર્મીઓ દ્વારા તાલાલા તાલુકા પંચાયતને આવેદનપત્ર આપી કરી છે. જેમાં જણાવ્યું છે કે વી.સી.ઈ. કર્મીઓ હડતાલ ઉપર ઉતર્યા હોવાથી તાલાલા પંથકના તમામ ગામોની ગ્રામ પંચાયતોમાં વહીવટી કામગીરી ઠપ્પ થઈ છે. વીસીઈની કામગીરી કરતા કર્મીઓને.કમિશન બેઝ ઇ-ગ્રામ પોલિસી હટાવી ફિક્સ રૂ. 19 હજાર 500ની રકમ સરકારી પગાર તરીકે આપવા સહિતની વર્ષોથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. જે પ્રત્યે સંતોષજનક નિર્ણય કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...