ગીર-સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરાઈ ચૂક્યા છે. જ્યારે મતદારોની વાત કરીએ ચાર બેઠકમાં 100થી વધુ વયના 278 મતદારો છે. જેમાં ગીર-સોમનાથ બેઠક પર 42, તાલલા 96, કોડીનાર 71 અને ઊનામાં 69 મતદારો છે. જ્યારે ઈણાજ ગામનાં 102 વર્ષથી વધુ વયના રાણીબેન ઉકાભાઈ ઝાલાએ કહ્યું હતું કે, હવે ઉંમરના કારણે સ્ફૂર્તીથી ચાલી શકાતુ નથી.
આ ઉપરાંત દૂર મતદાન કેન્દ્ર હોય તો ત્યા વાહનમાં જવુ પણ મુશ્કેલ છે. જેથી આ વર્ષે મતદાન મથક સુધી પહોંચવું મુશ્કેલી ભર્યું હોય એમ જણાવ્યું હતું. જ્યારે તેમના પુત્ર રામસિંહ ઝાલાએ કહ્યું હતું કે, સંયુક્ત પરિવારમાં રહે છે. પાંચ પેઢીના તેઓ જીવંત સાક્ષી છે.
હવે ચૂંટણી વિભાગ નવી યોજના મુજબ ફોર્મ લઈ ભરી ઘર સુધી પહોંચે તો લોકશાહી પર્વમાં રાણીબેન ભાગ લઈ શકે તેમ છે. જ્યારે ગીર-સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક માટે કુલ 66 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અને ચકાસણી બાદ 25નાં ફોર્મ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.