જુગારધામ પર દરોડા:તાલાલા પંથકમાં ત્રણ સ્થળેથી 21 જુગારીઓ ઝડપાયા, કુલ રૂપિયા 1.86 લાખનો મુદ્દામાલ ઝબ્બે

ગીર સોમનાથ (વેરાવળ)11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલાલા પોલીસે દરોડા પાડ્યા

શ્રાવણ માસના પ્રારંભે જ ઠેર ઠેર જુગારના પાટલાઓ ધમધમવા લાગ્યા છે. એવા સમયે પોલીસ પણ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે. તેમાં તાલાલા ગીર તાલુકાના ધાવા ગીર ગામે બે સ્થળો તથા બામણાસા ગીર ગામે એક સ્થળએ શ્રાવણી જુગાર રમાતો હોવાની મળેલ બાતમી આધારે તાલાલા પોલીસે ત્રણેય સ્થળોએ દરોડા પાડી પોણા લાખની રોકડ સાથે 21 જુગારીઓને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

ધાવા ગીરમાંથી રૂ. 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત
તાલાલા ગીર પંથકમાં જુગારીઓ ઉપર બોલાવેલ તવાઈની પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના ધાવા ગીર ગામના મનીષ ગોવિંદભાઈ ભલાણી ઉર્ફે બાલી ગામની ગોકળટીંબી વિસ્તારની સીમમાં આવેલ વાડીના મકાનમાં ચાલતા જુગારના પટ્ટ ઉપર દરોડો પાડી રોકડા રૂ. 42 હજાર 370 સાથે વલ્લભ રાઘવભાઈ સંઘાણી, રાજશી ઉર્ફે બાલુ મેરામણભાઈ વાળા, હરીભાઈ રણછોડભાઈ મકવાણા, બીપીન કાળાભાઈ ભરડા, કાદુભાઈ સાંગાભાઈ મકવાણા, રાજેશ બટુકભાઇ ચાવડા, મનીષ ઉર્ફે બાલી ગોવિંદ ઉર્ફે બાબુ ભાલાણીને જુગાર રમતા ઝડપી લેવાયા હતા. સ્થળ ઉપરથી મોબાઇલો, ત્રણ મોટર સાયકલ તથા જુગારના સાહીત્ય મળી કુલ રૂ.1.50 લાખના મુદામાલ જપ્ત કરી ઝડપી લેવાયા હતા.

અન્ય એક દરોડામાં 9 ઝડપાયા
જ્યારે બીજો દરોડો તાલાલાના ધાવા ગીર ગામના નવા પ્લોટ વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા રામસી ઉર્ફે વલો રાણાભાઇ ટાપરીયા, અલ્પેશ ઉર્ફે અપો કરશનભાઇ બારૈયા, દિનેશ ટપુભાઇ મકવાણા, સુરેશ કરશનભાઇ જાદવ, હરસુખ મકવાણા, રવજી બાલુભાઇ જાદવ, પ્રદીપ ધીરૂભાઇ જાદવ, નાથા ઉર્ફે નાથો ભુટાભાઇ મોરી, ગોગન રાણાભાઇ ટાપરીયાને તિનપતીનો જુગાર રમતા રોકડ રૂ. 17 હજાર તથા નવ મોબાઈલ મળી કુલ રૂ. 25 હજારના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

બામણાસા ગીર ગામેથી 4 જણા ઝડપાયા
તો ત્રીજા દરોડો તાલાલા તાલુકાના બામણાસા ગીર ગામે ઢોળા ઉપરનાં વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા મનસુખ ભગવાનજી પરમાર, ભાવેશ ભગવાનજીભાઈ પરમાર, ભાવેશ ચકાભાઈ ચુડાસમા, માલદે ઉર્ફે લાલો બાબુભાઈ ચુડાસમા, કેશુભાઈ ભીખાભાઈ સરવૈયાને જુગાર રમતા રૂ.10 હજારની રોકડ સાથે પકડી પાડયા હતા. આ ત્રણેય દરોડામાં પકડાયેલા 21 જુગારીઓ સામે વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય દરોડોની કાર્યવાહી પીએસઆઈ પી.જે.બાંટવાના નેતૃત્વમાં સ્ટાફએ જુદી જુદી ટીમો બનાવી સફળ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...