નશીલા પદાર્થો મળવાનો સિલસિલો યથાવત:ગીર સોમનાથમાં વધુ 40 પેકેટ્સ મળી આવ્યા, કુલ આંકડો 200એ પહોંચ્યો; કરોડોની માર્કેટ કિંમત હોવાનું અનુમાન

ગીર સોમનાથ (વેરાવળ)6 દિવસ પહેલા
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરજોશમાં તપાસ કામગીરી હાથ ધરાઈ
  • સુત્રાપાડાના ધામળેજ બંદર ખાતેથી પણ બેગ મળ્યું, બપોર સુધીમાં 200 પેકેટ મળ્યા

ગીર સોમનાથ જિલ્લાના દરીયાકિનારા ઉપરથી સર્ચ ઓપરેશનના બીજા દિવસે બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના 40 પેકેટ મળી આવ્યા હતા. એક કોથળામાંથી 20 પેકેટ મળી આવ્યા બાદ સુત્રાપાડાના ધામળેજ બંદર ખાતેથી પણ બેગ મળી આવ્યું હતું, જેમાંથી પણ વધુ 20 પેકેટ મળી આવ્યા હતા. આમ બપોર સુધીમાં 40 પેકેટ મળી આવ્યા હતા. ઉપરાંત હજુ પણ પોલીસની ટીમો ATSના માર્ગદર્શન મુજબ જિલ્લાના 70 કીમી લાંબા દરીયા કિનારે શોધખોળ કરી રહી છે. જેમાં સંભવતઃ સાંજ સુધી વધુ પેકેટો મળી આવવાની શક્યતા વર્તાઈ રહી છે. તો દરીયા કાંઠે વસતા માછીમાર સમાજના આગેવાનો સાથે પણ પોલીસે સંકલન કરી કોઈના ધ્યાને આવી શંકાસ્પદ પેકેટો કે કોઈ વસ્તુ આવે તો ત્વરીત પોલીસનો સંપર્ક કરવા સુચના આપી છે. આમ જિલ્લામાં બે દિવસમાં શંકાસ્પદ નશીલા પદાર્થોના 200 જેટલા પેકેટો મળી આવ્યા છે, જે સાંજ સુધીમાં 250 થવાની સંભાવના છે, જેને સુરક્ષા એજન્સીઓ પણ ગંભીરતાથી લઈ આગળની તપાસ કરી રહી છે.

પોલીસે દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે
પોલીસે દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે

ગઈકાલ સવારથી વિવિધ ટીમો તપાસમાં સક્રિય
સંવેદનશીલ ગીર સોમનાથ જિલ્લાના 70 કીમીના દરીયાકાંઠે ગઈકાલે બુધવાર સવારથી ASP ઓમપ્રકાશ જાટના નેતૃત્વમાં SOGના પીઆઈ એસ.એલ. વસાવા, LCBના કે.જે.ચૌહાણ, મરીનના PI એન.જી.વાઘેલા સહિત સ્થાનીક પોલીસની 10 ટીમોએ જિલ્લાના દરીયાકાંઠે સર્ચ ઓપરેશન કરી રહી હતી. જેમાં 160 જેટલા શંકાસ્પદ નશીલા પદાર્થોના પેકેટો આવ્યા હતા.

પોલીસ ચેકિંગમાં વધુ પેકેટ્સ મળવાની સંભાવના
પોલીસ ચેકિંગમાં વધુ પેકેટ્સ મળવાની સંભાવના

કુલ 200 પેકેટ્સ મળી આવ્યાં
બાદ આજે સવારથી ફરી તમામ પોલીસ ટીમો જિલ્લાના દરીયાકાંઠે સઘન પેટ્રોલીંગ સાથે સર્ચ ઓપરેશન કરી રહી હતી. જેમાં વેરાવળથી નજીક આદરી નજીકના દરીયા કિનારા પાસેથી એક પ્લાસ્ટીકનું બાચકું મળી આવ્યુ હતુ. જેની અંદર તપાસ કરતા શંકાસ્પદ નશીલા પદાર્થોના 20 પેકેટો મળી આવ્યા હતા. ઉપરાંત બપોર સુધીમાં સુત્રાપાડાના ધામળેજ બંદર ખાતેથી પણ બેગ મળી આવ્યું હતું, જેમાંથી પણ વધુ 20 પેકેટ મળી આવ્યા હતા. આમ બપોર સુધીમાં 40 પેકેટ મળી આવ્યા હતા. આમ બે દિવસમાં જિલ્લાના દરીયાકાંઠાના વિસ્તારોમાંથી મળી આવેલા 200 પેકેટો મળી આવ્યા છે. આ પેકેટોમાં ચરસ હોવાની શક્યતા પોલીસે દર્શાવી છે. જે સાચી ઠરે તો તેની કિંમત કરોડોની થાય છે.

આ પ્રકારે નશીલા પેકેટ્સ મળી રહ્યા છે
આ પ્રકારે નશીલા પેકેટ્સ મળી રહ્યા છે

રાજ્યની સુરક્ષા એજન્સીઓ સતર્ક
સોમનાથના દરીયાકિનારે પ્રથમ વખત આટલી માત્રામાં શંકાસ્પદ નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. જેને લઈ રાજ્યની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. આ જથ્થો કંઈ રીતે સોમનાથ સુધી પહોંચ્યો તે જાણવા કમ્મર કસી તપાસ કરી રહી છે. હાલ અત્યારે પણ જિલ્લામાં સોમનાથથી લઈને સુત્રાપાડા, મુળ દ્વારકા, કોડીનાર, નવાબંદર સહિતના દરીયાઈ કાંઠાના વિસ્તારોમાં ATS ના માર્ગદર્શન હેઠળ પોલીસની 10 ટીમો સઘન ચેકીંગની કામગીરી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...