હુમલો:વેરાવળમાં રાત્રીના ચા પીવા ગયેલા 2 યુવાનો પર 2 શખ્સનો છરીથી હૂમલો

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળ શહેરમાં રાત્રીના એસટી ડેપોની કેન્ટીનમાં ચા પીવા ગયેલા લેબ ટેકનીશીયન અને તેના મિત્રોને ગાળો ભાંડી રહેલા બે શખ્સોને ગાળો બોલવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા હતા. અને છરી સહિત જીવલેણ હથિયાર સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવાનને રાજકોટ અને એકને સ્થાનિક હોસ્પિટલ ખાસે ખસેડાયો હતો.પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

વેરાવળમાં રહેતા લેબ ટેકનીશયન હર્ષ પટેલીયા અને તેનો મિત્ર રવિ ચૌહાણ રાત્રીના દોઢેક વાગ્યે લેબોરેટરીનું કામ પતાવીને ચા પીવા માટે એસટી ડેપોની કેન્ટીનમાં ગયા હતા. તે સમયે ત્યાંથી બહાર નિકળી રહેલા ઉદય કુહાડા અને હિતેષ સીંઘી હર્ષ અને રવિને કોઇપણ કારણ વગર ગાળો ભાડવા લાગ્યા હતા. જેની ના પાડતા બંન્ને શખ્સોએ ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ ઉદયે છરી વડે હુમલો કરી હર્ષના ગાલ, કપાળ અને કાન પાસે ઘા માર્યા હતા. જ્યારે હિતેષે કોઇ હથીયાર વડે જમણા પગ અને હાથમાં ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો.

બાદ રવિ પર પણ છરી વડે હુમલો કર્યો હતો. અને દેકારો થતા બંને નાસી છૂટ્યા હતા. અને જતા જતા કહેતા ગયા હતા કે આજે તો તમે બચી ગયા પણ હવે હાથમાં આવશો તો જાનથી મારી નાંખીશુ એવી ધમકી પણ આપતા ગયા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હર્ષ અને રવિને પ્રથમ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાથી હર્ષને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો હતો. આ બનાવમાં પીએસઆઈ અર્ચના ખુમાણે ગણતરીની કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી લઈ બંને વિરૂદ્ર ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવે તેવી માંગ
વેરાવળ શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેથી શહેરમાં હોટલ અને હોસ્પિટલ સંચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તેમજ વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આ લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે ​​​​​​​આવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...