ધરપકડ:પ્રભાસ પાટણ ખાતેથી ચોરી, ગૌવંશ સહિત ગુનામાં સંડોવાયેલ 2 ઝબ્બે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગીર-સોમનાથ એસઓજી પોઈ એસ.એલ.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસનાં નરવણસિહ ગોહીલ, લખમણભાઇ મેતા, ગોવિંદભાઇ વંશ, વિજયભાઇ બોરખતરીયા, મુકેશભાઇ ટાંક, ગોવિંદભાઇ રાઠોડ સહિતે બાતમીનાં આધારે પ્રભાસ પાટણ જીઆઈડીસી રોડ પાસે અશરફ ઉર્ફે કાળુ મોટો ગનીભાઈ મુગલ (ઉ.વ.33, રહે. વેરાવળ), મુન્તહા અલીભાઈ પંજા (ઉ.વ.22, રહે. વેરાવળ)ને રોકાવી પૂછપરછ હાથ ધરતા યોગ્ય જવાબ ન આપતા બંનેની તલાશી લેતા બંને પાસેથી જુદી જુદી કંપનીના બિલ કે આધાર પુરાવા વગરનાં 11 મોબાઈલ કિંમત આશરે રૂ.37.000 કબજે લીધા હતા.અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે નોંધનીય એ છે કે, આ બંનેનો ગુનાહિત ઈતિહાસ ચકાસતા મુન્તહા વિરૂદ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ચોરી, ગોવંશના ગુનાઓ દાખલ થયેલા હોય જેથી બંનેની વધુ પૂછપરછ કરાતા આ પહેલા પણ બે મોબાઈલની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ બનાવમાં વધુ તપાસ પ્ર.પાટણ પોલીસનાં અમિતભાઈ નિમાવત ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...