મેઘમહેર:ઊનામાં 2 ઈંચ વરસાદ, કાણકીયા, કારેણી, અંબાડામાં 2, નિતલી, વડલી, નાના સમઢીયાળા, પાણખાણ, રબારીકા સહિતનાં ગામોમાં 1 ઈંચ ખાબક્યો હતો

ઊના25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના શહેર અને તાલુકામાં બપોર બાદ વાતાવણરમાં પલ્ટો આવતા વિજળીના કડાકાને ભડાકા અને ગાજવીજ સાથે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીરગઢડાના નિતલી વડલી ગામમાં વિજળી પડતા વૃધ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઉપરાંત વડલી ગામે બળદનું મોત તેમજ મહીલાને ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે બપોર બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો ધેરાવા લાગ્યા હતા. ત્યાર બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા.

વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતી સેવાય રહી છે. ગીરગઢડાના નિતલી, વડલી, મોતીસર, ધોકડવા, ઉગલા, રબારીકા, નાના સમઢીયાળા, પાણખાણ, સીમાસી ગામમાં 1 ઇંચ તેમજ કાણકીયા, કરેણી, અંબાડા સહીતના ગામોમાં 2 ઇંચ તેમજ ઊના શહેર સહીત અમુક ગ્રામ્ય વિસ્તારમાં અમીછાંટણા વરસ્યા હતા. વરસાદના પગલે ઠેર ઠેર પાણીના ભરાયા હતા. અને ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતી સેવાય રહી છે.

નિતલી ગામે વિજળી પડતા વૃદ્ધનું મોત: નિતલી ગામે રહેતા લાખાભાઇ કાનાભાઇ આલ (ઉ.વ.70) ગામની સીમ કાદી વિસ્તારમાં માલઢોર ચરાવતા હતા. ત્યારે અચાનક વિજળી પડતા લાખાભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જેની જાણ 108ને કરાતા ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડાયા હતા.

વડલી ગામે 5 લોકોને ઈજા, બળદનું મોત : વડલી ગામે વિજળી પડતા ગામમાં 1 બળદનું મોત થયુ હતું. તેમજ ખેતી કામ કરતા ખેડૂત તેમજ શ્રમિકો જગદિશભાઇ, સેજલબેન, હાફિશભાઇ, બીબીબેન, તેમજ શકુબેન સહીત 5 લોકો પર વિજળી પડતા ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધામળેજ, કણજોતર, રાખેજમાં બપોર બાદ 1 ઈંચ વરસાદ
ધામળેજ, કણજોતર, રાખેજ સહિત પંથકના ગામોમાં આજે બપોર બાદ અડધા કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈ ગામડાઓની શેરીઓ નદીમાં ફેરવાઈ ગઈ હતી. જો કે વરસાદે વિરામ લેતા ફરી તડકો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...