આયોજન:સોમનાથ રેલવે સ્ટેશનને મંદિરનો લૂક આપવા સાથે પ્લેટફોર્મ વધારવા 134 કરોડ ખર્ચાશે

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ દરખાસ્ત મગાવી, એસટી બસ સ્ટેશન પણ સાથે જ રહેશે

સોમનાથ રેલ્વે સ્ટેશનને સ્થાનિક સોમનાથ મહાદેવ મંદિરને અનુરૂપ ધાર્મિક લૂક આપવા સાથે વધારાના પ્લેટફોર્મ અને એસટી બસ સ્ટેશન પણ એજ સંકુલમાં મળી રહે એવું આયોજન આગામી 2 વર્ષ દરમિયાન કરવામાં આવનાર છે. આ માટે રૂ. 134 કરોડના કામોની દરખાસ્ત મંગાવવામાં આવી છે.

સોમનાથ રેલ્વે સ્ટેશનને આગામી 2 વર્ષોમાં રૂપિયા 134 કરોડના ખર્ચે આધુનિક અપગ્રેડેડ કરવામાં આવનાર છે. આ રેલ્વે સ્ટેશનને સોમનાથ મહાદેવ મંદિરના સ્થાનિક વારસાને પ્રસ્તુત કરતો વિશિષ્ટ લૂક અપાશે. અહીં પ્રવાસીઓના આગમન અને પ્રસ્થાન માટે અલગ અલગ લોન્જ બનાવાશે. આ સાથે સોમનાથ રેલ્વે સ્ટેશનને વધારાના પ્લેટફોર્મ થકી અપગ્રેડ પણ કરાશે. આ માટે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દિલ્હી દ્વારા દરખાસ્ત મંગાવાઇ રહી છે. જેમાં કુલ 134 કરોડના ખર્ચનો અંદાજ લગાવાયો છે. આ ઉપરાંત ઊર્જા બચત માટે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ અપનાવવામાં આવશે.

વેરાવળ GIDCને પરોક્ષ ફાયદો થશે
વેરાવળ-પ્રભાસ પાટણ જોડિયું શહેર છે. પ્રભાસ પાટણ જીઆઇડીસીમાં 300 જેટલા ફીશ પ્રોસેસીંગ યુનીટો છે. જેમાં વર્ષે હજારો લોકો પરપ્રાંતમાંથી આવતા જતા હોય છે. આમ અહીં કામ કરતા લોકોને રેલ્વે સ્ટેશન અપગ્રેડ થતાં પરોક્ષ ફાયદો પણ થશે.

અન્ય સમાચારો પણ છે...