આદેશ:ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા, 3 લાખનું વળતર ચૂકવવા હૂકમ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્રનાં સબંધે પૈસા ઉછીનાં લીધા 'તા : ગીરગઢડાની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો

3 લાખનાં ચેક રિટર્ન કેસમાં ડાયાભાઈ મેપાભાઇ પરમાર (રહે. વડલી)ને 1 વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે રૂ. 3 લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે. અને વળતર નહિ ચૂકવે તો વધુ 3 માસની કેદની સજાનો આદેશ કર્યો છે.આ કેસની વિગત મુજબ ફરિયાદી કલ્પેશભાઈ ઉકાભાઇ સાખટ (રહે. કાંધી, ઊના) પાસેથી આરોપી ડાયાભાઈ મેપાભાઈ પરમારે મિત્રતાના સબંધે 3 લાખ રૂપિયા ઉછીના લીધેલ હતા. આ રકમ પરત ચૂકવવા આરોપીએ 3 લાખનો ચેક આપ્યો હતો. જે રીટન થતાં કલ્પેશભાઈએ ડાયાભાઈને તેનાં વકીલ મારફત લીગલ નોટિસ આપી હતી. તેમ છતાં રકમ ન ચૂકવતા ગીરગઢડાની જ્યુડી. મેજી.(ફ. ક.)ની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

જે કેસ ચાલી જતાં ફરિયાદી તરફે ગીરગઢડાનાં યુવા વકીલ સલમાન વી. બ્લોચ દ્વારા ધારદાર દલીલો કરી અને બચાવ પક્ષ દ્વારા કોઈ ઠોસ પુરાવો રજૂ ન કરી શકતા દલીલો તથા રજુ રાખેલ પુરાવા તથા ઉચ્ચવડી અદાલતોનાં ચુકાદા પ્રતિપાદિત સિદ્ધાંતોને માન્ય રાખી અને કોર્ટે આરોપી ડાયાભાઈને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ ચેકની રકમ રૂ. 3 લાખ 1 માસમાં ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા અને જો આરોપી વળતરની રકમ ન ચુકવે તો 3 માસ સાદી કેદની સજા ફરમાવતો હુકમ ગીરગઢડા કોર્ટે કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે ગીરગઢડાનાં એડવોકેટ સલમાન વી બ્લોચ તથા આર એલ ચૌહાણ રોકાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...