કાર્યવાહી:વેરાવળ શહેરમાંથી ચોરાઉ બાઈક સાથે 1 શખ્સ ઝડપાયો

વેરાવળ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે શંકાના આધારે અટકાવતા ભેદ ઉકેલાયો

ગીર સોમનાથ એસઓજીએ શંકાના આધારે એક બાઈક ને અટકાવી તપાસ કરતાં બાઈક ચોરાઉ હોવાનું બહાર આવતા ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

એસઓજીના પો.ઇન્સ. એસ.એલ. વસાવ તથા પીએસઆઈ વી.આર. સોનારાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ લખમણભાઇ મેતા અને વિજયભાઇ બોરખતરીયા ને મળેલ બાતમી આધારે મામદભાઇ ગનીભાઇ કેવર રહે. સાંગોદ્રા તાલાલા વાળા પાસેથી એક બાઈક રજી.નં.જીજે-03-બીજે-5663 આશરે રૂ. 30 હજારના કાગળો માંગતા ન મળી આવતા બાઈકચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...