સિદ્ધી:આયુર્વેદમાં પ્રવેશ મળતો હતો પરંતુ મેડિકલમાં જવું 'તું એટલે મહેનત કરીને નીટમાં 622 માર્ક્સ મેળવ્યા

કોડીનાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોડીનાર પંથકનાં છાત્રો નીટની પરીક્ષામાં અવ્વલ રહ્યાં

જુલાઈ 2022માં એનટીએ દ્વારા નીટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કોડીનાર પંથકના છાત્રોએ ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કર્યા હતા. સોમનાથ સાયન્સ એકેડેમીમાં અભ્યાસ કરતા વૈભવી ગોહિલ, કુલદીપ ગોહિલ, વંશ સત્યેશે સારા માર્ક્સ મેળવી ગીર-સોમનાથ અને સોરઠ પંથકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ધો-12માં અભ્યાસ કરતા કુલદીપ ગોહિલે ત્રણેય ફોરમેન્ટમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ, 12 સાયન્સ બોર્ડની પરીક્ષામાં પીઆર ગુજકેટમાં અને નીટમાં સિદ્ધી હાંસલ કરી હતી.

ગોહિલ વૈભવીબેને આયુર્વેદમાં એડમીશન મળતુ હતું પરંતુ મેડિકલમાં જવુ હોય સખ્ત મહેનતથી 622 માર્ક્સ મેળવ્યા હતા. સામાન્ય પરિવારના ભાઈ-બહેને સફળતા મેળવી હતી. આ ઉપરાંત વંશ સત્યેશ પણાદર ગામનો વતની છે. સફળ થયેલા છાત્રોએ પોતાની સફળતા પાછળ માતા-પિતા અને શિક્ષકોનો મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...