ફરિયાદ:માતા બીમાર થતાં પુત્રએ વ્યાજે નાણાં લીધા ને વ્યાજખોરે દાગીના ચાઉં કર્યા

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2.68 લાખ આપી દીધા છતાં ઉઘરાણી થતી હોય અંતે ફરિયાદ

ગુજરાત રાજ્યમાં ગેરકાયદે નાણાંનું વ્યાજે ધિરાણ કરતા લોકો સામે કડક પગલાં લેવાનું શરૂ થયું છે. ત્યારે જ કોડીનારના માલશ્રમના એક વ્યક્તિ વિરૂદ્ધ વ્યાજે નાણાં ધીરવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઓસમાણ જાફરભાઈ રહે. મૂળદ્વારકા વાળાના માતા આશરે અઢી વર્ષ પહેલા બીમાર થતાં નાણાની જરૂર પડતા તેમણે સોનાના દાગીનાના અવેજમાં ગેર કાયદે નાણાંનું ધિરાણ કરનાર હિરેનભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ મકવાણા રહે. માલશ્રમ વાળા પાસેથી રૂપિયા 1.80 લાખ માસિક 5 ટકા વ્યાજ લીધા હતા

અને બાદ દર મહિને રૂપિયા 9 હજાર લેખે લગભગ બે વર્ષ સુધી વ્યાજ તેમજ રૂ. 90000 મુડી પેટે મળી એમ કુલ રૂ.2.68 લાખ પરત આપ્યા હોવા છતાં વારંવાર રૂપિયાની ઉઘરાણી બાબતે ફોન કરી હેરાન પરેશાન કરી ઓસમાણભાઈના સાડા છ તોલા સોનાના દાગીના પરત આપ્યા ન હતા. ઊંચું વ્યાજ વસુલ્યું હોય આ અંગે ઓસમાણભાઈની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ થઈ છે વધુ તપાસ પીઆઈ એ.એમ. મકવાણા ચલાવી રહ્યાં છે.

બાંટવામાં વ્યાજખોર સામે ફરિયાદ
બાંટવાના હરેશભાઈ ધનજીભાઈ જેઠવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,હરેશને ઘરકામ માટે નાણાંની જરૂર પડતાં રામા ઉર્ફે સીયાભાઈ ભારાઈ પાસેથી 5 હજાર વ્યાજે લીધા હતા અને મહિને 1 હજાર ઊંચું વ્યાજ વસુલ થતું હતું જ્યારે ત્રીજા મહિને રામાએ મુળ રકમ વ્યાજ સાથે આપી દેવાનું કહેતાં હરેશે પાંચ દિવસનો સમય માંગ્યો હતો.જેથી આ શખ્સે ઝાપટો મારી ટાંટિયા ભાંગી નાંખવાની ધમકી આપી હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...