રજૂઆત:અડવી ગામમાં પાણીની તંગી, જામવાળા ડેમમાંથી પાણી આપવા લોકોની માંગ

ડોળાસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગામનાં કુવામાં પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી. - Divya Bhaskar
ગામનાં કુવામાં પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી.
  • સરપંચ, ઉપસરપંચ સહિતનાં પાણી પૂરવઠા વિભાગને રજૂઆત

ડોળાસા નજીકનાં અડવી ગામ અઢી હજારની વસ્તી ધરાવે છે અને આ ગામને પાણી પુરુ પાડતા બે સાર્વજનીક કુવાઓ આવેલા છે. પરંતુ આ વર્ષે આ બંને સાર્વજનીક કુવાઓમાં પાણી ખતમ થઈ જતા ગામલોકોમાં ચિંતા જોવા મળી રહી છે. અને લોકોએ પીવાના પાણી માટે સીમ વિસ્તારમાં ભટકવું પડી રહ્યું છે.કોડીનાર શહેર સહિત તાલુકામાં જામવાળા ડેમમાંથી પામી આપવામાં આવે છે. પરંતુ અડવી ગામને જામવાળા ડેમનું પાણી મળતુ નથી. પાઈપ લાઈન છે પણ પાણી નથી. હજુ ચોમાસાને દોઢથી બે માસ બાકી છે ત્યાં સુધી પાણીની સમસ્યા રહેશે ? તેવો સવાલ ગામલોકોમાંથી ઉઠી રહ્યો છે.

ગામને સ્થાનિક કુવામાંથી પાણી પુરતા પ્રમાણમાં મળતુ હોવાથી જામવાળા ડેમના પાણીની હજુ સુધી જરૂરીયાત પડી નથી. જેથી માંગ પણ કરી નથી. જો કે, આ કુવાનું પાણી પિવાલાયક પણ નથી. ત્યારે હવે આ સાર્વજનીક કુવામાં પાણી ખતમ થઈ જતા તાત્કાલીક જામવાળા ડેમનું પાણી દરરોજ માટે આપવાની માંગ ઉઠવા પામી છે. અડવીનાં સરપંચ મનુભાઈ ડોડીયા, ઉપસરપંચ અજીતભાઈ પરમાર, વિજયભાઈ ડોડીયા, અભેસિંગભાઈ પરમાર સહિતના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી આ સમસ્યા વહેલીતકે દૂર કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...