વાતચીત બાદ સમાધાન:નોકરી ન આપતા પરિવારે ગાડું રોડ પર રાખી ચક્કાજામ કર્યો

કોડીનાર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોષે ભરાયેલા પરિવારે રસ્તા ઉપર જ ગાડું આડે રાખી દઇ ચક્કાજામ કર્યો હતો. - Divya Bhaskar
રોષે ભરાયેલા પરિવારે રસ્તા ઉપર જ ગાડું આડે રાખી દઇ ચક્કાજામ કર્યો હતો.
  • પોલીસને જાણ થતા કાફલો સ્થળ પર પહોંચ્યો, બંને વચ્ચે વાતચીત બાદ સમાધાન, મામલો થાળે પડ્યો

કોડીનાર છારા-સરખડી ગામે કાર્યરત એક કંપનીએ ખેડૂતની જમીન લીધી હતી. જો કે, જેમા એવી શરત રાખવામાં આવી હતી કે, એક વ્યકિતને નોકરી આપવામાં આવશે. તેમજ એક વાહન પણ કંપનીમાં ચલાવવામાં આવશે. જો કે, બાદમાં કંપનીએ હાથ અધ્ધર કરી દીધા હોય જેથી ખેડૂતોએ રસ્તા પર ગાડુ મુકી રસ્તો રોકવાનું શરૂ કરી દીધું હતું.

આ બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જો કે, બાદમાં બેઠક કરી બંને વચ્ચે સમાધાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કોડીનાર પંથકના દેદાની દેવળી ગામે રહેતા ભુપતભાઈ નારણભાઈ મોરીના પરિવારજનોએ પોતાની જમીન કંપનીને આપી હતી. જેમા રકમ સહિતનું બધુ પતિ ગયું હતું અને કંપની પાસે એ શરત હતી કે, પરિવારના વ્યકિતને રોજગારી આપવી.

તેમજ વાહન પણ ભાડે રાખવું. પરંતુ કંઈ જ ન આપતા પરિવારના સભ્યોએ વાહનો થંભાવી દીધા હતા. અને વાહનોની કતારો જોવા મળી હતી. જો કે, પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. અને ભુપતભાઈ મોરી અને અધિકારીઓ વચ્ચે વાતચીત બાદ સમાધાન થઈ જતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...