કોડીનારના પી.આઈ ભોજાણીની સુચના થી પીએસઆઇ ચાવડા, ડી સ્ટાફ ના જવાનો તેમજ ટ્રાફિક ના મનુભાઈ, જશપાલભાઈ સહિતના પોલીસ સ્ટાફ દ્રારા શહેરના પાણી દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી નંબર પ્લેટ, ડોક્યુમેન્ટ, લાઇસન્સ ,મોટા હોર્ન વગેરેની ચેકિંગ હાથ ધરી તેમજ પૂર ઝડપે વાહન ચલાવતા ઇસમો સામે મો.વે એકટ કલમ 207 તળે કુલ સાત વાહન ડીટેઈન કરેલ જ્યારે 21 વાહન ચાલકો સામે એન.સી કેસ કરાયા હતા.
જ્યારે શહેર વિસ્તારમાં ટ્રાફિકને અળચણ રૂપ વાહન પાર્ક કરવાના કેસ-૪ કરી સ્થળ ઉપર દંડ વસૂલ કર્યા હતા. પીઆઇ ભોજાણી એ જણાવ્યું હતું કે શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે આવનારા દિવસોમાં હજુુ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાશે. } તસવીર - મિલાપ સૂચક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.