ઈરાદો નિષ્ફળ:કોડીનાર તાલુકાના કાજ વેલણ રોડ ઉપર આવેલ દરગાહમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરાઇ

કોડીનાર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનોએ ઘટનાને વખોડી
  • પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો, ઈરાદો નિષ્ફળ બનાવ્યો

કોડીનાર તાલુકાના કાજ વેલણ રોડ પર આવેલ દરગાહમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી દરગાહને નુકસાન પહોંચાડી વેલણ ગામ અને કોડીનાર તાલુકાની શાંતિમાં પલીતો ચાંપવાનો હિન પ્રયાસ કરાતા હિન્દુ મુસ્લિમ સમાજે આ ઘટનાને વખોડી ગામની એકતા અને ભાઈચારો જાળવી દરગાહ ખાતે પહોંચી જઇ પોલીસ તંત્ર સાથે મળી અસમાજીક તત્વોનો મલીન ઈરાદો નિષ્ફળ બનાવ્યો હતો.

વેલણ ગામ નજીક આવેલ રોડ ઉપર પતુર વિસ્તાર માંદલિત સમાજના મનુભાઈ ઉકાભાઈ વાઘેલાની વાડીમાં આવેલ અલિશા બાવાની દરગાહમાં હાલ નવું બાંધકામનું કામ ચાલી રહ્યું છે. ગત મોડી રાત્રીના કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ દરગાહની ગુંબજ મિનારાને નુકસાન કરી તોડફોડ કરી દરગાહની અંદર પ્રવેશી તુરબત ઉપરથી ચાદર ફેકી દરગાહનું અપમાન કરી સિમેન્ટના પતરા અને પાણીનો ટાંકો તોડી નાખી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા.

આજે વહેલી સવારે દરગાહ ખાતે કામ કરવા જતા દિલાવર ભીખુ શાહ જલાલી અને નજીર ભીખુ શાહ જલાલીને નજરે પડતા તેમણે આ ઘટના અંગે ગામજનોને જાણ કરતાં વેલણના સરપંચ લખમભાઇ અગિયા રમેશ રાજા, વિજય ભાઈ સોલંકી, રણશીભાઈ બાભણીયા, અશ્વિનભાઈ મકવાણા સહિતના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો દરગાહ ખાતે દોડી જઇ આ ઘટના અંગે પોલીસ તંત્રને જાણ કરતાં બનાવની ગંભીરતા સમજી ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા અને પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ સમયસૂચકતા વાપરી પરિસ્થિતિનો તાગ મેળવી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી દરગાહ ખાતે બંદોબસ્ત ગોઠવી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...