કોડીનારનાં ઘાંટવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના સયાજી રાજપરા ગામમાં આજસુધી ટીબી રોગનો એકપણ દર્દી મળેલ ન હોય. આ ગામને ટીબીમુક્ત જાહેર કરવા ડૉ. દિપક પરમાર, જિલ્લા ક્ષય અધિકારી ગીર-સોમનાથ, ડૉ. એમ આર પઢીયાર તાલુકા હેલ્થ ઓફિસર કોડીનાર તથા હેતલબેન ગોહિલ મેડિકલ ઓફિસર ઘાંટવડના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આજરોજ સયાજી રાજપરા ગામે સ્થાનિક આરોગ્ય કર્મચારી પ્રકાશભાઈ મધા, ફેસીલેટર હંસાબેન રાઠોડ, આશા કાર્યકર જ્યોત્સનાબેન બાંભણીયા દ્વારા ગામના દરેક ઘરની મુલાકાત લઈ ટીબી રોગ વિશે સમજણ આપવામાં આવી હતી.
તથા આવા લક્ષણો કોઈને હોય અથવા ભવિષ્યમાં જણાય તો આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું. સમગ્ર કામગીરી દરમિયાન સુપરવાઈઝર શેલોતભાઈ, હેલ્થ ઓફિસર એઝાઝભાઈ તથા તાલુકા ટીબી સુપરવાઈઝર ચાવડાભાઈએ પણ ઘરે ઘરે જઈ લોકોને આ બાબતે સહયોગ આપવા માટે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.