રજૂઆત:જમજીર ધોધ, જમદગ્નિ આશ્રમ, મંદિરનો જીર્ણોદ્ધાર કરી વિકાસકામો હાથ ધરો

કોડીનાર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીરગઢડા નજીકનાં જામવાળા પાસે આવેલા
  • કોડીનારનાં ધારાસભ્ય મોહનભાઇ વાળાએ યાત્રાધામ વિકાસ મંત્રીને કરી રજૂઆત

ગીરગઢડા નજીકનાં જામવાળા પાસે આવેલ જમજીર ધોધ જોવા માટે દુર દુરથી લોકો આવતા હોય છે. જ્યારે આ ધોધ આસપાસ વિકાસ થાય તે માટે યાત્રાધામમાં સમાવવો જરૂરી હોય તેમને લઈ યાત્રાધામ વિકાસ મંત્રીને કોડીનારનાં ધારાસભ્યએ રજૂઆત કરી હતી.

ગીરગઢડા નજીકનાં જામવાળા નજીક આવેલ જમજીર ધોધ ચોમાસાની સીઝનમાં આકર્ષણનું કેન્દ્ર બને છે અને દુર દુરથી સહેલાણીઓ આવતા હોય છે. તેમજ નજીકમાં જ પૌરાણીક મંદિર અને જમદગ્નિ આશ્રમ આવેલ હોય. જ્યા પણ ભાવિકો ઉમટી પડતા હોય છે.

આ મંદિરનો જીણોદ્ધાર કરવા તેમજ જમદગ્નિ સુધીનો રસ્તો એપ્રોચ કરવા તેમજ અન્ય સુ‌વિધાઓ ઉભી કરવાની તાતી જરૂરીયાત હોય જેથી કોડીનારનાં ધારાસભ્ય મોહનભાઈ વાળાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી યોગ્ય કરવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...