રેલી:પણાદરનાં નિવૃત્ત જવાને કહ્યું, ફરજ દરમિયાન 17 વખત આતંકવાદીઓ સામે ફાયરીંગ કર્યું 'તું

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો દ્વારા 8 કિમી લાંબી રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું

કોડીનારના પણાદર ગામના વિજયભાઈ ઝણકાંટ આર્મીમાં 19 વર્ષની ફરજ બજાવી વતન પરત ફરતા ગામલોકોએ 8 કિમીની રેલી યોજી ભવ્ય સ્વાગત કર્યું હતું. નિવૃત્ત જવાન વિજયભાઈએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 19 વર્ષમાં થયેલી આંતકવાદીઓ સાથેની અથડામણના દિવસોને યાદ કરી કહ્યું હતું કે, 17 વખત આંતકી સામે ફાયરીંગ કરવાનો મોકો મળ્યો અને સર્જીકલ સ્ટ્રાઈક અમારા આર્મી માટે ખુશીનો દિવસ હતો.

અને અમે 3 આંતકીને ઠાર કર્યા હતા. બાદમાં તેની બોડી રીકવર કરતા ગ્રેનેટ ફાટ્યો અને હું ગંભીર રીતે ઘવાયો હતો. આ ઉપરાંત અગ્નિવીર યોજનાને લઈ કહ્યું હતું કે, ખુબ જ સારી યોજના છે. જેનાથી દેશ અને યુવાનો બંનેને મોટો ફાયદો મળશે.

અન્ય સમાચારો પણ છે...