મીની મિલ:હવે તો ખેડૂતોજ તેલિયા રાજા, મગફળી નહીં તેલ વેચે છે

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોરઠ પંથકમાં તેલની ઘાણીઓ ઉપર દિવસભર ઘસારો જોવા મળતો હોય છે. - Divya Bhaskar
સોરઠ પંથકમાં તેલની ઘાણીઓ ઉપર દિવસભર ઘસારો જોવા મળતો હોય છે.
  • ગીર સોમનાથમાં 150 થી વધુ મીની તેલ મીલોમાં મહિને દોઢ લાખ ડબ્બા સીંગતેલ નીકળે છે,ભાવની મોહતાજી તૂટી ગઇ

સોરઠ પંથકમાં તેલ કાઢવાની મીની મિલો ધમધમતી થઈ છે. આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 150 થી વધુ મીની મિલો ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ છે. અને આશરે 450 ખાંડી મગફળીનું પીલાણ થઈ રહ્યું છે. એક ખાંડી મગફળીમાંથી લગભગ અંદાજે 8 ડબ્બા તેલ નીકળે છે.

એટલેકે, ગીર સોમનાથ જિલ્લાની મીની મિલોમાં રોજના 3600 આસપાસ સિંગતેલનાં ડબ્બા તૈયાર થાય છે. જેમાં છેલ્લા એકાદ મહિનામાંજ લગભગ સવાથી દોઢ લાખ સિંગતેલનાં ડબ્બાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે.

ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં કેટલા ડબ્બા તેલનું ઉત્પાદન થતું હશે? ગીરમાં ઘણા ખેડૂતો તો જાતે જ મગફળી પીલાવી સીંગતેલ પોતાના સગા સંબંધીઓને વેંચી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં ફરી ગુજરાત અને દેશમાં સિંગતેલનું રાજ છવાય તેવુ લાગી રહ્યું છે.

કારણકે, લોકો ધીમે ધીમે ઘાણીમાં કઢાવેલું સીંગતેલ ખાવાનું પસંદ કરી રહ્યા છે. કેમકે, બજારમાં વેચાતા અન્ય તેલનાં ડબ્બા કરતા 500 રૂપિયા જેટલો ખેડૂતોને ફાયદો તો થાય જ છે. પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે.

શહેરોમાં પણ મગફળીની જ ખરીદી
શહેરીજનો પણ સારૂ તેલ ખાવા માટે યાર્ડ માંથી અથવા તો ખેડૂતો પાસેથી જરૂરી મગફળી ખરીદી આખા વર્ષનું તેલ મીની ઓઇલ મિલોમાં કઢાવી ને વર્ષભર તેનો ઉપયોગ રસોઈમાં કરી રહ્યા છે.આનું કારણ છે.તેલના દિન પ્રતિદિન વધતા ભાવો અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ જ્યારે ઘરેલુ ઘાણીનું નજર સમક્ષ કઢાવેલું સીંગતેલ કે તલનું તેલ સ્વાસ્થ્ય માટે ઉમદા છે અને ભેળસેળની સંભાવના રહેતી નથી.વર્ષ દરમ્યાન આવું તેલ પણ સારૂ રહે છે અને તેની ઓરીજીનલ સુગંધ પણ જળવાઈ રહે છે.

અન્ય સમાચારો પણ છે...