આયોજન:કોડીનારમાં જલારામબાપાની 223 મી જન્મજયંતિ ઉજવાશે, મહાઆરતી : શોભાયાત્રા નીકળશે

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સન્માન સમારોહ : મહાપ્રસાદનું આયોજન કરાયું, તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી

કોડીનાર લોહાણા મહાજન તથા સંલગ્નન સંસ્થાઓ દ્વારા કોડીનાર લોહાણા મહાજન વાડી ખાતે જલારામ બાપાની 223 મી જન્મજયંતિ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.શ્રમજીવી વસાહત માં ભોજન પ્રસાદ વિતરણ, દાંડીયારાસ, શોભાયાત્રા, અન્નકૂટ દર્શન, સાધુભોજન, બન્ને ટાઈમ જલારામ મહાપ્રસાદ,સન્માન સમારોહ, મહાઆરતી, પૂજન, સંતવાણી સહિતના અનેક કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવ્યું છે.

બન્ને ટાઈમના મહાપ્રસાદ ના મનોરથી ગો.વા. વસંતબેન કાંતિલાલ અજાબીયા હ. કાંતિલાલ રણછોડદાસ અજાબીયા પરિવાર છે,શ્રી લોહાણા મહાજન દ્વારા તેમને જલારામબાપા ની મૂર્તિ આપીને તેમનુ સન્માન કરવામાં આવશે.શોભાયાત્રામાં અને દાંડીયારાસમાં દિનેશભાઇ ચુડાસમા અને હર્ષાબેન ગોંડલિયા તેમજ રાત્રે સંતવાણીમાં વિજયભાઇ ગઢવી, નિકિતા ગોહિલ, બાબુભાઇ ગોહિલ તથા સાજીંદાઓ પોતાની કલા રજૂ કરશે.જ્ઞાતિના દરેક વેપારીભાઈઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે.આયોજનને સફળ બનાવવા માટે લોહાણા મહાજનનાતમામ મંડળો તથા મહીલા મંડળો દ્વારા તડામાર તૈયારી કરી રહ્યાં છે તેમ મહાજન પ્રમુખ ભરતભાઇ રૂપારેલ દ્રારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...