કોડીનારમાં શ્રીજી જવેલર્સના માલિકે 19 લોકો પાસેથી દાગીના બનાવવા માટે રોકડ અને દાગીના રૂ. 55.56 લાખનાં લઈ દુકાન બંધ કરી નાસી છૂટતા અમદાવાદ સોની બજારના સેલ્સમેને કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે આ બંને શખ્સને ઝડપી લીધા હતા.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કોડીનાર શહેરમાં જુની બજારમાં મુળ લોઢવાનો અને શ્રીજી જ્વેલર્સ નામની સોનીની દુકાન ચલાવતો લલીત ઉર્ફે લાલજી ભાનુભાઈ લોધીયાએ અમદાવાદના સોની વેપારી નિલેશકુમાર બીપીનચંદ્રને વિશ્વાસમાં લઈ સોનાના દાગીનાનાં વેંચાણ કરવા માટે 20 કરેટના 375 ગ્રામ અને 260 મીલી કિંમત રૂ.20,01,262ના દાગીના લઈ લીધા બાદ ફોન પર અનેકવાર બહાના બતાવ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
જેથી તપાસ કરતા શ્રીજી જ્વેલર્સના લલીત અને દિનેશે કોડીનારના સોની વેપારીઓ અને લોકોના દાગીના લઈ દુકાન બંધ કરી નાસી ગયાની જાણ અમદાવાદના નિલેશકુમાર બીપીનચંદ્રને થતા તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. જેમાં નિલેશકુમાર પોતાના 20,01,262 અને અન્ય 18 ભોગ બનનાર લોકોનાં રૂ.35,55,187 લાખ મળી કુલ 55,56,449 લાખના દાગીના અને રોકડની છેતરપિંડી કરી હોવાની કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદનાં આધારે પીઆઈ એ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.ડી.ધાધલ, ભરતભાઈ, શામજીભાઈ અને વિશાલભાઈએ આરોપી લલીત ઉર્ફે લાલજી ભાનુભાઈ લોઢીયા તથા દિનેશ ભાનુભાઈ લોઢીયા (રહે. બંને લોઢવા)ને ઝડપી લીધા હતા. અને રૂ.16,20,000 રિકવર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.