કોડીનારનાં પાંચ પીપળવા ગામે અરસીભાઈ ઉર્ફે દેગણભાઈ જોધાભાઈ ચૌહાણનો પાંચ સભ્યનો પરિવાર હતો. અને દેગણભાઈ મંદબુદ્ધિનાં હોય વડીલો દ્વારા કડવીબેન સાથે તેમના લગ્ન કરાવી આપ્યા હતા. અને લગ્ન જીવનદરમિયાન 3 બાળકો પૈકી મોટી દિકરી ગીતા સ્વસ્થ છે. જેને કારડીયા રાજપૂત સમાજનાં સહયોગથી સાંઢડીધાર ગામે પરણાવી દીધી છે. જ્યારે એક દિકરી અને દિકરો પણ મંદબુદ્ધિના છે. દરમિયાન કડવીબેનનું 14 વર્ષ પહેલા ટૂંકી બિમારી બાદ અવસાન થયું જેને લઈ પરિવારની હાલત દયનીય બની હતી.
પરંતુ પાંચ પીપળવા ગામનાં લોકોએ સમાજસેવાનું ઉમદા કાર્ય કર્યું હતું. અને દેગણભાઈ અને બાળકોને કાયમી ધોરણે જીવન નિર્વાહમાં મદદ રૂપ થયા હતા. દીકરો ભરત હાલ 24 વર્ષનો થયો છે જેને વેરાવળ ખાતે વિકલાંગ બાળકોની સંસ્થા સાંપ્રત ટ્રસ્ટમાં અભ્યાસ અર્થે દાખલ કર્યો છે. જ્યારે દીકરી નીતાને દેગણભાઈના ભત્રીજા નાથાભાઈ અને જેશીંગભાઈ સાચવી રહ્યાં છે. આ દરમ્યાન તાજેતર દેગણભાઈનું અવસાન થતાં તેની અંતિમ ક્રિયાથી લઇ ઉતરક્રિયા સુધીની તમામ વિધિ ગામલોકોએ કરાવી માનવતાની મહેક ફેલાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.