ચૂંટણી બહિષ્કારની ચિમકી:કોડીનારની 3 સોસાયટીઓમાં 5 વર્ષથી રોડ, ગટર અને સ્ટ્રીટ લાઈટના કામો ન થતા ચૂંટણી બહિષ્કારની ચિમકી

કોડીનાર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 57થી વધુ લોકોએ સહિ સાથે પત્ર પાઠવી ચૂંટણી પંચને જાણ કરી

કોડીનાર-વેરાવળ હાઇવે રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક સહિત 3 જેટલી સોસાયટીઓમાં છેલ્લા 5 વર્ષથી કોઈ રોડ-રસ્તા, ગટર કે સ્ટ્રીટ લાઈટના કામો કરાયેલ ન હોય આ વિસ્તારનાં રહીશો દ્વારા પ્રાથમિક સુવિધા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાયા ન હોય છેવટે આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચાર તો પત્ર રાજ્ય ચૂંટણી આયોગ પંચને મોકલ્યો છે. કોડીનારના-વેરાવળ હાઇવે રોડ ઉપર ગોહિલની ખાણ ગ્રા. પં.ની હદ વિસ્તારમાં અનેક સોસાયટીઓ બની છે.

જે કોડીનાર હદ વિસ્તારમાં આવતી ન હોય છતાં પણ પાલિકા દ્વારા પીવાના પાણીની લાઈન નાખી આપેલ છે. પરંતુ ગોહિલની ખાણ ગ્રા.પં.ને અનેક રજૂઆત કરવા છતાં સિદ્ધિવિનાયક સોસાયટી સહિત સોસાયટીઓમાં છેલ્લા 5 વર્ષથી પાકા રસ્તા, ગટર કે સ્ટ્રીટ લાઇટની પ્રાથમિક સુવિધાના કામો ન કરાતા હોય ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકો ઘરમાંથી ચાલીને પણ બહાર પણ નીકળી ન શકે તેવા કાદવ કિચડ થઈ જાય છે.

જેથી સિદ્ધિવિનાયક સોસાયટીના અગ્રણી બચુભાઈ ગોવિંદભાઈ વાળા સહિત 57 લોકોએ સંયુક્ત સહી કરેલું એક આવેદનપત્ર રાજ્ય ચૂંટણી પંચને મોકલી આ વિસ્તારનાં રહીશોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની તો ઠીક પરંતુ તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...