તંત્રએ માત્ર કાંકરી પાથરી:ડોળાસામાંથી વાહન લઈને નિકળશો તો સીધા જ હોસ્પિટલ જવું પડશે

ડોળાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને એમ હતું કે હવે પેવર બનશે પરંતુ આશા ઠગારી નિવડતા સ્થાનિક લોકોમાં રોષ

કોડીનાર પંથકના ડોળાસા ગામથી ત્રણ કિમીના માર્ગ પર વરસાદના લીધે ખાડાઓ પડી ગયા હોય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય આ ઉપરાંત છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા હતા અને તેર દિવસ બાદ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, લોકોને એમ હતુ કે આ ત્રણ કિમીનો માર્ગ નવો બનશે.

પરંતુ એ આશા ઠગારી નીવડી હતી કારણ કે તંત્રએ તો માત્ર કાંકરી નાંખી રોડ નવો બની ગયો હોય એમ માની લીધુ હતુ. જો કે, હવે પછીના રોડ પરથી વાહનો પસાર થાય તો પથ્થરો બંદુકની ગોળીની જેમ ઉડે છે. આ ઉપરાંત બાઈક લઈને નીકળો એટલે નીચે જ પડી જવાય છે. જેથી લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. વહેલીતકે રોડનું નવીનીકરણ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

વેપારીઓએ કહ્યું ધૂળથી માલ બગડી જાય છે
આ માર્ગ પરથી જ્યારે વાહનો પસાર થાય ત્યારે કોઈ વાહનમાં પંચર પડે છે આ ઉપરાંત ધૂળની ડમરીઓ ઉડતી હોય જે દુકાનોમાં જતી હોય જેથી માલસામાન પણ બગડી જતો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...