છેલ્લા કેટલાક સમયથી દરિયામાં માછલીની અછત જોવા મળી રહી છે. અને માછીમારો દૂર દૂર સીધી ફિસીંગમાં જતા હોય છતાં પુરતા પ્રમાણમાં માછલી મળતી નથી. અને ખર્ચ પણ ઘણો થઈ જતો હોય નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ ઉપરાંત ડીઝલના ભાવ પણ વધ્યા હોય આર્થિક ફટકો પડી રહ્યોં છે. દરીયામા મચ્છીની અછત ડીઝલના ભાવમા તોતીંગ વધારો કોટડા 100, માઢવાડ 25, મુળદ્વારકા 20 ફિશીંગ બોટ દરીયાકાંઠે ઘણા દીવસોથી માછીમારોએ મુકી દીધી છે.
કોટડા ગામના માછીમાર વેલણ ગામના માજી સરપંચ બાબુભાઈ બારૈયાનુ જણાવવાનુ કે એક ફીશીગ બોટ 15 દીવસ ફિસીંગમા જાય એટલે 4 લાખનો ખર્ચ આવે જેમા ડીઝલ 8 ફીશરમેનો આબાજુની બોટો કચ્છ અને મુંબઈ સુધી દરીયામા જાય પણ દરીયામા માછલીની અછત જે માછીમારો થી સહન થાય તેમ નથી તેમા પણ ડીઝલમા સરકારની સહાય 6 મહીને મળે તે પોસાય તેમ નથી હાલ માછીમાર (દરીયાઇ ખેડૂતો) બેરોજગાર થઈ ગયા છે. સરકાર દ્રારા સહાય ચુકવવામાં આવે એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.