લોકોમાં રોષ:ડોળાસા- કોડીનાર વચ્ચે ફોરટ્રેકનું કામ 8 માસથી ઠપ્પ થયા બાદ શરૂ ન થયું

ડોળાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાણકારોના મતે જુની એજન્સીએ કામ છોડી દીધું હોય નવીએ આ કામ સંભાળ્યું છે

કોડીનાર તાલુકાના ડોળાસા થી કોડીનાર વચ્ચે છેલ્લા આઠ માસ થી ફોરટ્રેકનું કામ સંપૂર્ણ બંધ છે.આ કામ ને 8 વર્ષ તો વિતી ગયા છતાં પુરૂ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યોં છે. ઉના થી કોડીનાર વચ્ચેનું અંતર 40 કી.મી.છે. જે પૈકી ડોળાસા થી ઉના સુધી નાં 20 કી.મી.નું ફોર ટ્રેક સી.સી.રોડ કામ પૂરું બે વર્ષ થી પૂરું થઈ ગયું છે.

પણ ડોળાસા થી કોડીનાર સુધીનાં રોડમાં હજુ અર્ધા થી વધું કામ બાકી છે. નવાઈ ની વાત એ છે કે ચોમાસા માં કામ બંધ થયા બાદ હજુ શરૂ નહિ થતા લોકો ખાસ કરીને વાહન ચાલકો રોષ સાથે સવાલ કરે છે. આઠ વર્ષ વિતી ગયા છે હજુ આ કામ પૂરું કરવા કેટલા વરસો લાગશે ? હાલ મશીનરી રોડ ઉપર પડી છે જે કાટ કઈ રહી છે. જ્યારે જાણકારો કહે છે એજન્સીએ આ કામ છોડી દીધું છે. અને નવી એજન્સી આ અધૂરૂ કામ સંભાળ્યું છે. હજુ કામ શરૂ જ થયું નથી. - તસ્વીર. અનિલ કાનાબાર

અન્ય સમાચારો પણ છે...