બાતમીનાં આધારે દરોડા:મન્સુરી જમાતના પટેલ સહિત 5 જુગારી ઝડપાયા, રૂપિયા 31,410ની રોકડ કબજે લીધી

કોડીનાર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોડીનાર શહેરની સુકુનબાગ સોસાયટી પાસે સ્ટ્રીટ લાઇટનાં અજવાળે ચાલતો 'તો જુગાર

કોડીનાર શહેરની સુકુનબાગ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટનાં અજવાળે જુગાર રમતા 5 શખ્સને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ પોલીસે બાતમીનાં આધારે દરોડો પાડી કોડીનાર શહેરની સુકુનબાગ સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટનાં અજવાળે ગોળ કુંડાળુ વળી હારજીતનો જુગાર રમતા કોડીનાર મનસુરી જમાતનાં પટેલ દાદાભાઈ કમાલભાઈ મન્સુરી, મન્સુરભાઈ હુસેનભાઈ મન્સુરી, ઈમરાનભાઈ ગનીભાઈ મન્સુરી, શબ્બીરભાઈ યુસુફભાઈ મન્સુરી અને શફીભાઈ હસનભાઈ મન્સુરીને ઝડપી લીધા હતા.

તેમજ રૂપિયા 34,410ની રોકડ કબજે કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી આ બનાવમાં આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે અન્ય એક વરલી મટકાનાં જુગારમાં વિસાવદર પંથકનાં મોટી મોણપરી ગામેથી વરલી મટકાના આંકડા લખી આંકફેરનો જુગાર રમી, રમાડી રહેલ એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસે બાતમીનાં આધારે વિસાવદર પંથકનાં મોટી મોણપરી ગામે કાનજીભાઈ કરશનભાઈ ભાસા વરલી મટકાનાં આંકડા લખી આંકફેરનો જુગાર રમી, રમાડી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને વરલી મટકાના સાહિત્ય સાથે મળી કુલ રૂ.2,250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ બનાવમાં વિસાવદર પોલીસે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...