વાહન ચાલકો હેરાન:ડોળાસા - કોડીનાર ફોરટ્રેક રોડનું કામ 5 વર્ષે પણ અધુરૂં

ડોળાસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 કિમીનાં રોડની કામગીરી ચોમાસાને લઈ ઠપ્પ થઈ હતી તે ફરી શરૂ ન જ થઈ

કોડીનાર - ડોળાસા વચ્ચે નું અંતર માત્ર 18 કીમી છે.અહી છેલ્લા પાંચ વર્ષથી ફોરટ્રેક રોડનું કામ ચાલુ છે. જે પૈકી અડધાથી વધુ કામ બાકી છે. ચોમાસુ શરૂ થયું અને આ કામ બંધ થયું હતું. પણ ચોમાસુ પૂરૂ થયો બે માસ વિતી ગયા પણ કામ હજુ શરૂ થયું નથી. ડોળાસા-કોડીનાર વચ્ચે અઢાર કીમીનાં ફોર ટ્રેક રોડનાં કામની ઝડપ જોતા તો એવું જ લાગે છે કે કામ પૂરૂ થતાં હજુ 5 વર્ષ વિતી જશે. ? ડોળાસા બાયપાસનું કામ હજુ શરૂ જ થયું નથી.

કેન્દ્ર સરકાર દ્વારા આમ તો 2015માં શરૂ થયું હતું જે 2 વર્ષ જમીન સંપાદનમાં વિતી ગયા. 5 વર્ષ થી કામ ગોકળ ગાયની ગતિ થી ચાલે છે. જાણવા મળ્યા મુજબ ચાલુ કોન્ટ્રાકટરે કામ અધૂરૂ છોડી દીધું છે. હવે બાકીનું કામ અન્ય એજન્સીને અપાયું છે. પણ કામ હજુ સુધી શરૂ નહિ થતા વાહન ચાલકો અને આ કામથી હવે ગળે આવી ગયેલા લોકોમાં રોષ ફેલાયો છે. આખરે આ રોડ પૂરો ક્યારે થશે.? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...