રજૂઆત:પૂર્વ પોલીસકર્મીના હત્યામાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી કરવા માંગણી

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા એસપી ને આવેદન આપી રજૂઆત

ઊનાના સીમાસી ગામે પૂર્વ પોલીસ કર્મી રફીકભાઈ વાલોટની ટ્રક ચઢાવી હત્યા કરાઈ હતી.અને પોલીસે આરોપી એઝાજ અબ્બાસ જૂણેઝાની ધરપકડ કરાઈ હતી.આ બનાવને લઈ ગીર સોમનાથ જિલ્લા સમસ્ત ઘાસી મુસ્લિમ સમાજ દ્રારા એસ પી ને આવેદન અપાયું હતું અને આ હત્યાના બનાવમાં સંડોવાયેલાને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ તકે સમસ્ત ઘાસી મુસ્લિમ સમાજના અધ્યક્ષ સુલેમાન ગઢીયાં, યુસુફભાઈ કચરા, યુસુફભાઈ સોરઠીયા, ઇકબાલભાઈ ભીસ્તી, સુલેમાનભાઈ ગઢીયા, હારૂનભાઈ ચોરવાડા, ગનીભાઈ વાકોટ, યુસુફભાઈ જેઠવા, રઝાકભાઈ ચૌહાણ, રફીકભાઈ સેલોત, યુસુફભાઈ જુણેજા, ઇકબાલ ચૌહાણ,ઈમ્તિયાઝભાઈ ચોરવાડા, જિલ્લાના, પ્રમુખો સહિતના આગેવાનો જોડાયાહતા.

અન્ય સમાચારો પણ છે...