મુળ દ્વારકા બંદરના તમામ સમાજનાં પટેલોએ કોડીનાર પીઆઈ આર.એ.ભોજાણીને લેખીત રજૂઆત કરી છે કે, મુળ દ્વારકા બંદર પર બહારના માછીમારો ગેરકાયદેસર રીતે માછીમારી કરી બંદર ઉપર જ હોડીઓ પાર્કિંગ કરી અહીં જ વસવાટ કરી રહ્યા હોય જેથી સ્થાનિક માછીમારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. તેમજ બંદર પર વસવાટ અને હોડી પાર્કિંગ કરવાની ના પાડવામાં આવે તો ઝઘડો કરી રહ્યા છે.
આ લોકો ઘણી ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ કરતા હોવાનું અને કોમી રમખાણ કરવાની પેરવી કરી રહ્યાનું પણ જણાવાયું છે. અને આ લોકોને સમજાવવા છતા બંદર ખાલી કરતા ન હોય આવા માછીમારોને બંદરમાંથી બહાર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. વધુમાં આની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાછૂટકે આંદોલનની ફરજ પડશે તેમજ આમ કરવા છતા પણ ન્યાય નહીં મળે તો આવા આવારા તત્વોના ત્રાસથી મુળદ્વારકા ચારેય સમાજનાં લોકો ગામ છોડી હિજરત કરશે તેમ જણાવી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.