ડેલીગેશન દિલ્હી પહોંચ્યું:પાક. જેલમાં કેદ 642 માછીમારોને મુક્ત કરો

કોડીનાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત કરશે, યોગ્ય કરવાની માંગ કરાશે

પાક.જેલમાં 642 માછીમારો કેદ છે અને તેમને વહેલીતકે મુક્ત કરવામાં આવે એ માટે સમુદ્ર સમીપ સુરક્ષા સંઘ કોડીનાર માછી કામદાર સંગઠન, ઈન્ડો પાક ફોરમ કમિટીના મેમ્બર સાથે એક ડેલીગેશન કોડીનારથી દિલ્હી જવા નિકળ્યું છે. અને 8 ઓગસ્ટના દિલ્હીમાં રજૂઆત કરશે.

આ તકે જતિનભાઈ દેસાઈ, જીવનભાઈ જુંગી, બાલુભાઈ સોચા, છગનભાઈ બાંભણીયા સહિતના જોડાશે. આ ઉપરાંત જેલમાં રહેલા માછીમારોના પરિવારજનોની મહિલાઓ પણ સાથે હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...