હજુ 44 કેદ:પાક. જેલમાં કોટડાનાં માછીમારનું મોત, 1 ઓક્સિજન પર, 11 મહિના પહેલાં જ અપહરણ થયું'તું

કોડીનાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
બિમાર માછીમાર, મૃતક માછીમાર - Divya Bhaskar
બિમાર માછીમાર, મૃતક માછીમાર

ઉનાના દાંડી ગામના માછીમારનું પણ પાકની લાડી જેલમાં મોત થયું હતું.જેનો મૃતદેહ 2 મહિના બાદ માદરે વતન આવ્યો હતો.ત્યાંજ કોડીનારના કોટડા ગામના જીતુભાઈ જીવાભાઈ બારીયાનું પાક જેલમાં મોત થયાની વિગત સામે આવતા ભારતીય માછીમાર સમાજમાં શોક ફેલાયો છે.

પાકિસ્તાનની જેલમાં કેદ સાથી માછીમારે ફોન કરી જીતુભાઈનું પાક જેલમાં મોત થયાની જાણકારી આપી હતી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામના.બે દિવસ પહેલા પાકિસ્તાન જેલમાં કેદ આ ગામના યુવાને પોતાના ઘરે ફોન કરી જાણ આપી કે તેમના સાથી માછીમાર અને આ ગામના વતની જીતુ જીવા બારીયાનું અવસાન થયું છે.

એટલુંજ નહિ બીજા માછીમાર રામજી રાજા ચાવડા ઓક્સિજન પર છે અને તે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.આ સમાચાર મળતા જ આ નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.આ ગામના 44 માછીમારો પાક જેલમાં કેદ હોવાનું જાણવા મળી રહ્યું છે.

11 મહિના પહેલાં અપહરણ થયું'તું, મૃતદેહ વતન લાવો
પાકિસ્તાનની જેલમા કોડીનારના કોટડા ગામના 44 માછીમારો કેદ છે.પાકિસ્તાનની જેલમાં માછીમારના મોતની ખબર આવતા પાક જેલમાં કોટડા ગામના કેદ અન્ય માછીમારના પરિજનો અને મહિલાઓમાં પણ ચિંતા પ્રસરી હતી. સાથે તેઓ ભારત સરકારને અપીલ કરી રહ્યા છે કે તેઓના જીવન આધારને પાક જેલ માંથી છોડાવે તેવી માંગ કરી હતી.અને જે માછીમારનું મોત નિપજ્યું છે.તેમનો મૃતદેહ વહેલીતકે વતન પહોંચાડવામાં આવે તેવું માંગ પરિવારજનોએ કરી છે.જ્યારે 11 મહિના પહેલા જ અપહરણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...