કોડીનારનાં છાછર ગામે આવેલ બસ સ્ટેશન નજીકનો રોડ અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યાં છે. અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરી રહ્યો હોય જેને લઈ સરપંચ સહિત ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ રોડ પરથી પ્રાઈવેટ કંપનીના વાહનોના કારણે ખાડા પડી રહ્યાં છે અને તેના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યાં છે. તેમજ વાહનો પણ પલ્ટી જવાના બનાવો સામે આવી રહ્યાં છે જેને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જો કે, સરપંચની રજૂઆતો સામે પણ તંત્ર કોઈ પગલા નથી ભરતું. ત્યારે લોકોના પ્રશ્નો કોઈ સાંભળશે એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે.
આ બિસ્માર રસ્તાને તાત્કાલીક તંત્ર દ્વારા રીપેર કરાય એવી માંગ લોકો કરી રહ્યાં છે. અને ગામમાંથી પસાર થતો રોડ રિપર કરાય એવી સરપંચ સહિત ગ્રામજનો માંગ કરી રહ્યાં છે. વધુમાં આ સીવાય પણ ગામના અનેક પ્રશ્નો હોવા છતા કોઈ ધ્યાન આપતુ નથી જેથી તાત્કાલીક અસરથી ગામના તમામ પ્રશ્નોનોનો ઉકેલ આવે એવી માંગ પણ કરાઈ છે. તસવીર: મીલાપ સુચક
કામ ગાંધીનગરથી અટકાવાયું : ટીડીઓ
છાછર ગામનાં સરપંચ અને ઉપસરપંચે જણાવ્યું હતું કે, અમે તાલુકા વિકાસ અધિકારીને અનેક રજૂઆત કરી છે. પરંતુ તેમણે આ બાબતે જણાવ્યું છે કે, આ કામ ગાંધીનગરથી અટકાવવામાં આવ્યુ છે. તો શું ગામનાં કામ માટે ગાંધીનગર માંગવા જવાનું ? એવા સવાલો પણ ગામમા ચર્ચાઈ રહ્યાં છે.
ચોમાસા પહેલા નવિનીકરણ જરૂરી
આ માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને દિવસભર ધૂળની ડમરીઓ ઉડી રહી છે કયારેક તો રસ્તા પરથી નિકળવુ પણ મુશ્કેલ બની જાય છે છતાં તંત્ર ઘોર નિદ્રાંમા ઉઘી રહ્યુ હોય તેમ કામગીરી શરૂ કરતુ નથી જો આગામી ચોમાસા સુધીમાં આ માર્ગનું નવિનીકરણ નહીં થાય તો લોકોને મુશ્કેલીઓ પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.