અકસ્માત:રીક્ષા પલ્ટી મારી જતાં પટકાયેલા ચાલક ઉપર ટ્રક ફરી વળ્યો, મોત

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડ્યો, ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી

કોડીનાર- ઊના હાઈવે પર ગત મોડી રાત્રીનાં એક રીક્ષા પલ્ટી મારી ગઈ હતી અને ચાલક નીચે પડી જતા પાછળથી આવતા ટ્રક નીચે આવી જતા રીક્ષા ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કોડીનાર- ઊના હાઈવે પર ગત મોડી રાત્રીના સુત્રાપાડા તાલુકાનાં રાખેજ ગામનાં રામસિંહભાઈ લાખાભાઈ સોલંકી પોતાની રીક્ષા લઈને આવી રહ્યા હતા.

ત્યારે અચાનક રીક્ષા પલ્ટી ગઈ હતી અને રામસિંહભાઈ નીચે પડી જતા પાછળથી આવતા ટ્રકના વ્હીલ નીચે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ રામસિંહભાઈના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. અને નાસી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...