કોડીનારમાં આવેલ અંબુજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં માકાર્ડ, આયુષ્માન કાર્ડ, ઈમરજન્સી ગોલ્ડન કાર્ડ સહિતની બંધ કરાયેલી સુવિધાઓ તાત્કાલીક શરૂ કરાવવા મહેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે.
જેમાં જણાવ્યું છે કે, અંબુજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરરોજ તાલુકાભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. કોડીનાર તાલુકા ખાતે આધુનિક સુવિધા ધરાવતા આ એક માત્ર હોસ્પિટલ છે. પરંતુ તેમાં ભારત સરકારનાં મા કાર્ડ, આયુષ્માન કાર્ડ, ઈમરજન્સી ગોલ્ડન કાર્ડ સહિતની સુવિધાઓ હોસ્પિટલના સંચાલકો દ્વારા વિવિધ બહાનાઓ હેઠળ બંધ કરવામાં આવી છે.
જેથી હોસ્પિટલમાં ઓપરેશન સહિતની સારવાર લેવા આવતા દર્દીઓને ના છૂટકે બહારગામ જવાની ફરજ પડી રહી છે. અકસ્માતમાં ઈજા પામનાર વ્યકિતને પણ ગોલ્ડન કાર્ડની સુવિધાથી વંચીત રખાતા હોય દર્દીઓને મોટો ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે. ત્યારે સરકારની આ તમામ યોજનાઓ બંધ કરવા પાછળ હોસ્પિટલના સત્તાધીસોનો હાથ હોય તેમ જાણવા મળી રહ્યું છે.
આ યોજનાની ઘણી મોટી રકમ અમારી સરકાર પાસે બાકી છે જે હજુ સુધી અમોને મળી નથી એટલે આ યોજના બંધ કરાઈ છે. ત્યારે બહાના બતાવતી આ હોસ્પિટલ દ્વારા દર્દીઓના હિતમાં સરકારની તમામ યોજના તાત્કાલીક શરૂ કરવામાં આવી એવી માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.